ખાસ પુરૂષો માટે ટીપ્સ : ત્વચા થશે ગોરી અને વાળ બનશે કાળા

03 Feb, 2018

 પોતાની પર્સનાલિટી નિખારવા માટે પુરૂષો કેટલાક સરળ ઉપાય અજમાવી શકે છે. તેનાથી તેમની ઈમ્પ્રેશન પોઝિટિવ થશે. સાથે જ પરસેવાની દુર્ગંધ જેવી અનેક પ્રોબ્લેમ્સ દૂર થશે, જે પુરૂષોની ઈમ્પ્રેશનને પ્રભાવિત કરે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સી. આર. યાદવ જણાવી રહ્યા છે પુરૂષોના કેટલાક ગ્રુમિંગ ટિપ્સ વિશે.

- રોજ ઇંડા ખાઓ તેમાં રહેલું ઝિં અને કોપર ટાલિપણાથી બચાવે છે
- કલોંજીના દાણાને વાટીને પેસ્ટ બનાવી લો. તેમાં દહીં અને ગુલાબજળ મિકસ કરીને લગાવવાથી ડાર્કનેસ દુર થાય છે
- ઓલિવ ઓઇલમાં આમળાનો પાઉડર મિકસ કરીને લગાવવાથી મુંછોના વાળ જલ્દી વધે છે
- હળદર ચણાનો લોટ અને મધની પેસ્ટ બનાવીને લગાવો. સુકાય ગયા પછી તેને રબ કરો. તેનાથી અણગમતા વાળ દુર થાય છે
- કાળા તલને થોડા પાણીમાં પલાળીને પેસ્ટ બનાવી લો. તેને લગાવવાથી સફેદ વાળની પ્રોબ્લેમ દુર  થાય છે
- મધમાં કાકડીનો જયુસ મિકસ કરીને આંખોની નીચે લગાવવાથી ડાર્ક સર્કલ દુર થાય છે અને સ્માર્ટનેસ વધે છે
- ચણાના લોટમાં દહીં મિકસ કરીને પગમાં લગાવવાથી સ્કિનના પોર્સ ખુલે છે. તેનાથી પરસેવાની દુર્ગંધ દુર થાય છે
- રેડ વાઇનને કોટનની મદદથી ચહેરા પર લગાવો. તેનાથી પિંપલ્સ અને એકને પ્રોબ્લેમ દુર થાય છે. તેમજ ચહેરાનો ગ્લો વધે છે.
- ગ્રીન ટીના પાનને વાટીને તેમાં દહીં અને લીંબુનો રસ મિકસ કરીને લગાવવાથી ડ્રેન્ડફથી છુટકારો મળે છે.