માથામાં કોક વાળ સફેદ દેખાય છે ? આખા માથાના વાળ સફેદ થાય તે પહેલા અપનાવો આ

03 Feb, 2018

નાની ઉંમરમાં વાળ સફેદ થવા હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ જો સમય રહેતાં ધ્યાન ન આપવામાં આવે તો આખું માથું સફેદ થતાં વાર નથી લાગતી. સફેદ વાળની સમસ્યા માટે સૌથી સારાં છે ઘરેલૂ નુસખાઓ. જેનાથી વાળને જો ફાયદો ન થાય તો નુકસાન પણ થતું નથી. જેથી તમે બિન્ધાસ્ત આ નુસખાઓ અપનાવી શકો છો. જેથી આજે અમે તમને સફેદ વાળ વધુ સફેદ ન થાય તેના માટેનો એક ખાસ અને સરળ ઉપાય જણાવીશું, જે ઘરે જ કરી શકો છો.

 કઇ વસ્તુઓ જોઇએ ?

આમળા, દહીં અને લીંબુ
શું કરવું ?
આમળાને વાટીને તેની પેસ્ટ તૈયાર કરી લો. તેમાં દહીં અને લીંબુનો રસ મિક્ષ કરીને વાળના મુળમાં લગાવો. અડધા કલાક બાદ પાણીથી વાળ ધોઇ લો.
કેટલીવાર લગાવવું ?
સપ્તાહમાં ૪ વાર આ ઉપાય કરવાથી જલ્દી ફાયદો થશે અને અસર દેખાશે.
કઇ રીતે ફાયદાકારક છે ?
આમળામાં કોપર અને ઝિંક હોય છે. તેનાથી વાળ નેચરલી કાળા થાય છે.
દહીંમાં રહેલા પ્રોબાયોટિક બેકટેરીયા અને લીંબુમાં રહેલું વિટામિન સી વાળને કાળા કરવામાં મદદ કરે છે.
શું અવોઇડ કરવું ?
વાળને વારંવાર કલર કરવો કે સ્ટ્રેટ કરવા નહીં. તેજ તડકામાં વાળને ખુલ્લા રાખવા નહીં. તેનાથી વાળ જલ્દી સફેદ થાય છે.
બીજું શું કરવું ?
રોજ સાત કલાકની ઉંઘ અવશ્ય લેવી. ટેન્શન લેવાથી બચવું. આનાથી વાળ જલ્દી સફેદ થાય છે.
કઇ રીતે જલ્દી ફાયદા મળશે ?
તમારી ડાયટમાં લીલાં પાનવાળી શાકભાજી અને નટસ સામેલ કરો. આનાથી વાળ કાળા રહે છે.