આ પ્રખ્યાત એકટ્રેસે અમેરિકામાં પકડાયેલા ભારતીય સેકસ રેકેટને લઇને કર્યો મોટો ખુલાસો, વિવાદ વધ્યો

30 Jun, 2018

 થોડાક મહિના પહેલા એક ભારતીય મહિલા અને પુરૂષને અમેરિકાના શિકાગો શહેરમાં સેકસ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બંને તેલુગુ ફિલ્મોના પ્રોડયુસર હતા. અમેરિકી તપાસ એજન્સીએ આ મામલામાં ખુલાસો કર્યો હતો કે આ દંપત્તિ દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રીઓને દગાથી અમેરિકા બોલાવીને તેને ફસાવતા હતા અને પછી તેને દેહવ્યાપારમાં ધકેલવાની કોશિષ કરતા હતા. આ બંને આરોપીઓની ઓળખાણ કિશન મોદુગુમડી અને તેની પત્ની ચંદ્રકલાએ રૂપમાં થઇ છે.

 

 

હવે આખા મામલા પર તેલુગુ ફિલ્મોની જાણીતી અભિનેત્રી પુનમ કોરએ ઘણી ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ સેકસ રેકેટ કેસથી જોડાયેલી ઘણી ફાઇલોને પુનમ કૌરેએ સાર્વજનિક કર્યો છે. તેને સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ દ્વારા આ કેસથી જોડાયેલી ફાઇલોને પબ્લિક કર્યા અને સાથે જ ઘણા બીજા ખુલાસા પણ કર્યા.
 
 

પુનમે સૌથી મોટો ખુલાસો કર્યો છે કે ધરપકડ કરાયેલા આરોપી હકીકતમાં પતિ-પત્ની છે જ નહીં. આ બંને સેકસ રેકેટ ક્રાઇમમાં ભાગીદાર રહે છે. આ બંનેને કયારેય લગ્ન કર્યા જ નથી.

 

 

પુનમ કૌરે એ જણાવ્યું કે તે પોતે આ આરોપીઓનો શિકાર થતા માંડ માંડ બચી હતી આ લોકો તેણે એક ઇવેન્ટમાં સામેલ થવાના બહાને અમેરિકા બોલાવી હતી. પરંતુ તે કોઇ રીતે પોતાને કોઇ રીતે તેમની ચુંગાલમાંથી બચવામાં સફળ થઇ અને ભારત પાછી આવી ગઇ.

 

 

આ ઘટનાથી જોડાયેલી એક ઘટના પણ તેને કહી હતી. તેણે જણાવ્યું કે તે પોતાના હોટલના રૂમમાં એકલી હતી રાત ઘણી થઇ ગઇ હતી. કોઇએ તેનો દરવાજો અડધી રાત્રે ખખડાવ્યો. ત્યાર તેણે આ વ્યકિતને એક થપ્પડ મારી દીધી.

 

 

પુનમ કૌરે એ પણ જણાવ્યું કે શા માટે તેણે આટલા દિવસો સુધી આ વાત પર ચુપ રહી હતી. તેને લઇને તેણે કહયું કે તે મામલામાં તેની પાસે કોઇ સાબિતી ન હતી પરંતુ હવે તેની પાસે તેના સબુત છે તો તે બધા આ આરોપીઓનું કાળું સત્ય બતાવી રહી છે.

 

 

એકટ્રેસના આ ખુલાસા પછી ટોલીવુડની વધુ પાંચ એકટ્રેસ સામે આવી છે. તેણે દાવો કર્યો છે કે તેને પણ અમેરિકા આવવાની ઓફર આપવામાં આવી હતી.

 

 

અમેરિકામાં સેકસ રેકેટની સામે આવ્યા પછી બધા ચોંકી ઉઠયા હતા. અમેરિકી તપાસ એજન્સીએ તપાસમાં જણાવ્યું કે તે દંપત્તિ દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રીથી સંપર્ક કરતો હતો અને તેણે અમેરિકામાં ઇવેન્ટના નામ પર બોલાવતા હતા. તેના નિમંત્રણ પર જે પણ અભિનેત્રી અમેરિકા પહોંચતી. તેને કોઇપણ રીતે ફસાવી દેહવ્યાપારમાં ધકેલવામાં કોશિષ થતી હતી.