ગરમીમાં બનાવો ફાલસાનું શરબત, જે આપશે ઠંડક અને રાહત

17 May, 2015

સામગ્રી
250 ગ્રામ ફાલસા
સાકર 3 ટેબલ સ્પુન
આઈસ ક્યુબ્સ 3 કપ
 
બનાવવાની રીત
સૌ પ્રથમ ફાલસાને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લો. હવે તેને મિક્સરનાં બાઉલમાં લો અને તેમાં અડધો કપ પાણી નાખો અને એકરસ કરો. આમ કરવાથી ફાલસાના બીજ તળીયે રહી જશે. આ પલ્પમાં ફરીથી ત્રણ કપ જેટલું ઠંડુ પાણી ઉમેરો. ફરીથી મીક્સર ચાલુ કરીને આશરે અડધી મિનિટ જેટલું ફેરવો. હવે પલ્પ પાણીમાં બરાબર મીક્સ થઈ જશે. ત્યારબાદ મિશ્રણને બરાબર ચારણીથી ગાળી લો અને તેમાં 3 ટેબલ સ્પુન જેટલી સાકર નાખો. (એક લીંબુનો રસ પણ ઉમેરી શકો છો) બરાબર મીક્સ થઈ જાય એટલે તૈયાર થયેલા જ્યુસને સર્વિંગ ગ્લાસમાં કાઢો અને તેમાં બરફના ટુકડા ઉમેરો. તૈયાર છે ફાલસાનું શરબત.