પોતે ડ્રગ્સના નશામાં ચુર રહેતો હતો સંજય દત્ત, ટીના મુનિમને કહેતો હતો, વધારે ખુલતા કપડા ન પહેરતી

13 Jul, 2018

 સંજુ જોયા પછી લોકોને ખબર પડી કે માન્યતાથી લગ્ન પહેલા સંજય દત્તની ૩૦૮ ગર્લફ્રેન્ડસ હતી. યુવાનીમાં સંજય દત્તને ડ્રગ્સની લત લાગી ગઇ હતી. તેને દારૂડિયો અને છોકરીબાજનું લેબલ મળી ગયું હતુ્ર. તેની ૩૦૮ ગર્લફ્રેન્ડમાં સંજય દત્તની એક ગર્લફ્રેન્ડ ટીના મુનિમ પણ હતી.

 

 

ટીના અને સંજય દત્તે ૧૯૮૧માં ફિલ્મ રોકીમાં કામ કર્યું હતું. ટીના સંજય દત્તની પહેલી ગર્લફ્રેન્ડની સાથે પહેલી કોસ્ટાર પણ હતી. સંજય દત્તએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહયું હતું, ટીનાએ કયારેય મને પોતાના પરિવારથી દુર કરવાની કોશિષ કરી નથી. તેને હંમેશા મને સાચો રસ્તો દેખાડવાની કોશિષ કરી.
 
 
 

તે મને પોતાના પિતા બહેનોની પાસે પાછી મોકલતી હતી અને આ વાત પર અમારી લડાઇ પણ થતી હતી. અમે બંનેની વચ્ચે કયારે ગલતફહમી નથી થઇ. બસ થોડીક અફવા હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે મારા પિતા સાથે મારો ઝઘડો થઇ ગયો અને તેને મારો જડબાતોડ ગયો હતો. ઇમોશ્નલીમાં ઘણો કમજોર છું.

મને હંમેશા પોતાની આસપાસ એક મજબુત વ્યકિતની જરૂર રહી છે. મારી માં તેવી જ હતી. તેના નિધન પછી તેની જગ્યા ટીનાએ લીધી હતી. તેને મારી જિંદગી સંભાળી રાખી હતી. પરંતુ હું તેને પોતાના કેરીયર વિશે બોલવાની રજા આપી ન હતી. ટીનાએ મને કયારેયક પોતાની રાઇવલ એકટ્રેસની સાથે કામ કરવાથી રોકયો નથી.

 

હું પણ મારી ગર્લફ્રેન્ડના કરીયરમાં કયારેય દખલ આપતો ન હતો. માત્ર તેના કપડાઓને લઇને ચિંતિત રહેતો હતો. હું તેમના ઘણો પઝેસિવ હતો. તે મારી હતી અને હું નથી ઇચ્છતો કે તે સ્કીન પર એકસપોઝ કરે.

આજ કારણ હતું કે જેને તેની કેરીયરને ખત્મ કરી દીધી. મને તેની હિટ કે ફલોપ ફિલ્મથી કોઇ ફેર પડતો ન હતો. પરંતુ તેનો મતલબ એવો નથી કે હું સ્વાર્થી છું. મેં તેને કયારેય કામ કરવાની ના નથી પાડી. હું આગળના ૩ વર્ષમાં તેની સાથે લગ્ન કરવાનો હતો. હું ઇચ્છતો હતો કે તે પોતાની લાઇફ સારી રીતે એન્જોય કરે.

 

 

જણાવી દઇએ કે સંજયની ડ્રગ્સની ટેવને કારણે ટીના સંજયને હંમેશા માટે છોડીને ચાલી ગઇ. ટીનાના જવાનું દુ:ખ સંજય સહન ન કરી શકયો. દિવસ-રાત દારૂના નશામાં ડુબ્યો રહેતો હતો અને પછી એક રાત નેને પોતાના ઘરની બહાર ફાયરીંગ કરવાનું શરૂ કરી દીધું. ટીનાના જવાથી સંજય ખરાબ રીતે તૂટી ચુકયો હતો.