જાણો કયું દાન કયા વારે કરવાથી લાભ થાય

29 Jan, 2018

 અહીં આપણે દરેક વારનું જુદુ જુદુ અનેરું મહત્વ છે. સોમવાર, ગુરુવાર મતલબ ઉપવાસનો દિવસ તમે જાણતા હશો પરંતુ આપણા શાસ્ત્રો મુજબ બીજા અન્ય વારનું પણ એટલું જ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે કયાં વારે કઇ ચીજવસ્તુઓના દાનનું અનેરુ મહત્વ હોય છે.

રવિવાર : રવિવાર એટલે કે સુર્યની ઉપાસનનો દિવસ. સુર્યદેવની કૃપા મેળવવા માટે દર રવિવારે ગોળ અને ચોખા, તાંબાના સિકકા નદીમાં સમર્પિત કરો. સુર્યને અર્ધ્ય આપો.
સોમવાર : શાસ્ત્ર મુજબ સોમવાર એટલે ચંદ્રનો દિવસ. ચંદ્રદેવની કૃપા મેળવવા માટે આ દિવસે ખીર અચુક ખાવી જોઇએ. કુંડળમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ કલરના કપડા પહેરવા અને ચંદનનું તિલક લગાવવું જોઇએ.
મંગળવાર : મંગળ ગ્રહની વિશેષ પુજા કરવાનો દિવસ છે. આ દિવસે મસુરની દાળ દાનમાં આપવી જોઇએ. જે લોકોને મંગળ હોય તેણે લાલ વસ્તુઓનું દાન કરવું. દર મંગળવારે થોડી રેવડીઓ નદીમાં માછલીઓ માટે નાખવી, હનુમાન દાદાની પુજા કરવી.
બુધવાર : બુદ્ધિના દેવા બુધ ગ્રહનો આ દિવસ છે. જે લોકોની કુંગળીમાં બુધ અશુભ હોય તેમણે આ દિવસના રોજ મગ ખાવા ન જોઇએ અને દાન પણ ન કરવા જોઇએ. મંગળવારે રાત્રે લીલા મગ પલાળી મુકવા અને બુધવારે સવારે આ મગ ગાયને ખવડાવવા.
ગુરૂવાર : આ દિવસ દેવગુરૂ ગુરૂનો દિવસ છે. જે લોકોની કુંડૃીમાં ગુરૂ સારી સ્થિતિમાં ન હોય તેમણે બ્રાહમણને પીળા કલરના વસ્ત્રો દાન કરવા. કઢી-ભાત પોતે પણ ખાવ અને ગરીબ છોકરાઓને પણ ખવડાવો. પીળો રૂમાલ પોતાની પાસે રાખવો જોઇએ.
શુક્રવાર : દૈત્યના ગુરૂ શુક્રાચાર્યનો આ દિવસ છે. આ દિવસે શુક્ર ગ્રહની વિશેષ ઉપાસના કરવી. આ દિવસે દહીં અને લાલ જુવારનું દાન કરવું. સફેદ રેશ્મી વસ્ત્રનું દાન કરવું.