ક્રેઝી ફેન્સે પુછયું, હું વર્જીન છું, મારી સાથે લગ્ન કરીશ, તાપસીએ આપ્યો શોકિંગ જવાબ

22 Mar, 2018

 બોલીવુડ જગતની હસ્તિયોને સોશ્યલ મીડિયા પર લગ્નનો પ્રસ્તાવ મળતા રહે છે. આવો જ એક પ્રસ્તાવ અભિનેત્રી તાપસી પન્નુને મળ્યું છે જેને તેણે બેસ્ટ પ્રપોઝલ એવર બતાવ્યું છે. જો કે એક ફેન્સે તેને ઇમેઇલ કરીને લગ્નનો પ્રસ્તાવ દીધો. તાપસીએ તેનો સ્ક્રીનશોટ પણ ટવીટર પર શેયર કર્યો છે. આમાં ફેન્સે લખ્યું, હૈલો તાપસી પન્નુ, હું તમને પ્રેમ કરું છું. શું મારી આખી જિંદગી માટે લગ્ન કરીશ. હું વર્જીન છું, દારૂ નથી પીતો, શાકાહારી વ્યકિત છું. હું લાઇ ડિટેકટ ટેસ્ટ, નાર્કોટેસ્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ માટે હંમેશા તૈયાર છું. તાપસીએ ફોટોની સાથે લખ્યું છે, બસ હવે લાઇફમાં બીજું શું જોઇએ.

 

તાપસી પન્નુના આ ટવીટ પછી ઘણા બીજા યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહયા છે. એક યુઝરે લખ્યું, આ વ્યકિતની સાથે લગ્ન કરવાનો કોઇ મતલબ નથી, આખી જિંદગી તમને પકાવશે. હું આનાથી વિપરીત છું. હું પસંદ આવું તો લાઇક કરી દેજે ઓનલાઇન લગ્ન થશે.

 

એકે લખ્યું શું છોકરો છે, બીજા યુઝર્સે લખ્યું, તો પછી વેન્યુ શેર કરી દો મેડમ, કોમનમેન અને સેલિબ્રિટીનું ગઠબંધન અમારે પણ જોવું છું. વધુ એક યુઝર્સે લખ્યું, તમે આવા પ્રકારના પ્રસ્તાવ સ્વીકાર નથી કરી શકતી નહીં બીજાઓનું દિલ ટુટી જશે.