વડોદરા : શારીરિક સંબંધ બાંધવા પતિએ ઝઘડો કરી સાથળ પર આપ્યા ઇસ્ત્રીના ડામ

24 Mar, 2018

 દહેજ ભુખ્યા સાસરીયાઓની ફરિયાદ પિયરમાં કરનાર શિક્ષિત પરિણીતાના ગળા ઉપર એમ.સી.એ. થયેલા ઉચ્ચ શિક્ષિત પતિએ ચાકૂથી પોતાનું નામ લખ્યું હતું. એટલેથી ન અટકતાં વિકૃતિની હદ વટાવી પતિએ પત્નીને ઇસ્ત્રીથી ડામ આપ્યો હતો. પતિ અને સાસરિયાના અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાને હાલમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર શાંતિનગર સોસાયટીમાં રહેતી પરિણીત યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાના મુદ્દે પતિએ ઝઘડો કરી ઈસ્ત્રીના ડામ આપ્યાં હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

શાંતિનગર સોસાયટીમાં રહેતી ૨૧ ર્વિષય મંજુ સુથારે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યાે છે. ઓક્ટોબર-૨૦૧૭માં મંજૂ પતિ સંતોષ સુથાર અને સાસુ-સસરા સાથે પુણે રહેવા ગઈ હતી. જ્યાં નજીવી બાબતે તેને ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું, જેથી કંટાળીને તે વડોદરા પિતૃગૃહે પરત ફરી હતી.

જોકે, સંતોષે ફોન તેમજ મેસેજ કરી પત્નીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. ઘણીવાર તે મંજુને મેસેજ ડિલીટ કરવા ધમકાવતો હતો. દરમિયાન તેમની વચ્ચે સમાધાન થતાં મંજુને તેનાં સસરા આવી તેડી ગયા હતા, પરંતુ ફરી પતિ તેમજ સાસરિયાઓએ રૃ.૨૫ લાખ અને મોટી ગાડી પિયરમાંથી લઈ આવજે, તેમ કહી અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૃ કરી દીધું હતું.

મંજુએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, મારાં પતિએ શારીરિક સંબંધ બાધવા માટે મારી સાથે ઝઘડો કરી ઈસ્ત્રીથી સાથળના ભાગે ડામ આપ્યાં હતાં, તેમજ મારી છાતીના ભાગે ચાકુથી પોતાના નામનો અંગ્રેજીમાં એસ લખ્યો હતો. સમા પોલીસે મંજુની ફરિયાદના આધારે પતિ સંતોષ, સસરા હિરાલાલ સુથાર અને સાયરબેન સુથાર વિરુદ્ધ ઈપીકો કલમ ૩૨૩ ૩૨૪, ૪૯૮ (ક) તથા દહેજધારા ૩,૭ હેઠળ ગુનો દાખલ કર્યાે હતો.