વઘેલા સાબુને ફેંકો નહીં, આવી રીતે ઘરે બનાવો ૧૦૦ રૂપિયાવાળો હેન્ડવોશ, પ મિનિટની પ્રોસેસ

09 Feb, 2018

 ન્હાવાનો સાબુ યુઝ થાય થાયને નાનો થઇ જાય છે. નાનો થયા પછી તેનો ઉપયોગ થતો નથી એને ફેંકી દેવામાં આવે છે. જો કે આ બચેલા ટુકડાથી ઘરે હેન્ડવોશ બનાવી શકાય છે. આના માટે તમારે અલગથી બીજી કોઇ વસ્તુની જરૂર નહીં પડે. ખાલી સાબુથી બચેલા ટુકડા જોઇશે. આ ટુકડાથી તમે એટલો હેન્ડવોશ તૈયાર કરી શકશુ જેની માર્કેટ કિંમત લગભગ ૧૦૦ રૂપિયા સુધી હોય છે.

બચેલા સાબુના ટુકડાને સાથે તમારે મિકસર, એક ગ્લાસ પાણી અને ૧ ઢાંકણું ડેટોલની જરૂરત પડશે. આ બધાના કોમ્બીનેશનથી તમે પ૦૦ મી.લી.થી પણ વધારે હેન્ડવોશ તૈયાર કરી શકો છો. આ ન્હાવાના સાબુથી બનેલુ હોય છે તેથી તેની કવોલીટી પણ સારી હોય છે.
જો તમારા ઘર સાબુના ટુકડા નથી તો તમે માત્ર ૧૦ રૂપિયાના ન્હાવાનો સાબુ લઇને પણ હેન્ડવોશ બનાવી શકો છો. જે તમે વધારે સારી કવોલીટીવાળો હેન્ડવોશ બનાવવા ઇચ્છો છો તો તમે કોઇ મોંઘા સાબુનો પણ ઉપયોગ કરી શકો છો.
કેવી રીતે બનાવો હેન્ડવોશ ?
સૌથી પહેલા સાબુના બધા ટુકડાને એક સાથે લઇને મિકસરમાં નાખી દો. જો તમે નવો સાબુથી હેન્ડવોશ બનાવવા ઇચ્છો છો તો કોઇ ચાકુથી તેના નાના નાના ટુકડા કરી લો અને મિકસરમાં નાખી દો.
હવે મિકચરમાં થોડું પાણી નાખો. પાણી માત્ર એટલુ જ હોવુ જોઇએ કે ટુકડા ડુબી જાય. હવે મિકસરને ચલાવીને એની પેસ્ટ બનાવી લો. એ ધ્યાનમાં રહે કે પેસ્ટ પુરી રીતે ઘાટુ બનવું જોઇએ.
પેસ્ટ તૈયાર થયા એમાં એક ગ્લાસ ગરમ પાણી નાખીને સારી રીતે હલાવી નાખો. એની સાથે એમાં ઢાંકણુ ડેટોલ નાખો. હવે ૧ મિનિટ સુધી સારી રીતે મેળવી નાખો. હેન્ડવોશ તૈયાર. હવે કોઇ બોટલમાં નાખી દો.