વોટસએપ ગેલેરીમાંથી ડિલીટ થયેલા ફોટોગ્રાફસ એપ વગર પણ મેળવી શકો છો

02 Jun, 2018

 વોટસએપના એક ફીચરની મદદથી તમે ગેલેરીમાંથી ડિલીટ થયેલા ફોટોગ્રાફસ ફાઇલ રિકવર કરી શકાય છે

વોટસએપ પર ઘણા એડવાન્સ ફીચર આવી ચુકયા છે જેમાં ભુલથી કોઇ બીજા ગ્રુપ કે કોન્ટેકને મેસેજ સેન્ડ થઇ જાય તો તેને ડીલીટ પણ કરી શકાય છે જો મેસે સામેવાળી વ્યકિતએ વાંચી લીધો હોય કે ફોટો, વીડિયો કે અન્ય કોઇ મીડિયા ફાઇલ ડાઉનલોડ કરી લીધી હોય તો પણ તેની ગેલેરીમાંથી ડિલીટ થઇ જશે. આમ તો, વોટસએપનું એક ફીચર એવું પણ છે જેની મદદથી તમે ગેલેરીમાંથી ડીલીટ થયેલી મીડિયા ફાઇલ્સ રિકવર કરી શકો છો.
વોટ્સએપમાં હવે એવું ફીચર આવી ચૂક્યું છે જેની મદદથી તમે ડિલીટ મીડિયાને ફરીથી ડાઉનલોડ કરી શકો છો. ધારો કે, કોઇએ તમને વોટ્સએપ પર કોઇએ ફોટો કે વીડિયો સેન્ડ કર્યો છે અને તમે તેને ફોન ગેલેરીમાંથી ડિલીટ કરી નાંખ્યા છે. તેવામાં ડિલીટ થયેલા ફોટો કે વીડિયોને ફરીથી તે જ વોટ્સએપ ગ્રૂપ કે કોન્ટેક્ટ પર જઇને ડાઉનલોડ કરી શકાય છે.  એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે મીડિયાને વોટ્સએપમાં જઇને ડિલીટ ન કર્યા હોય, કારણ કે જો ત્યાંથી પણ ફોટોને વીડિયો ડિલીટ હશે તો તેની લિંક જતી રહે છે. જો તમારા વોટ્સએપ પર મીડિયા રી-ડાઉનલોડ નથી થઇ રહ્યા તો તેને અપડેટ કરો. કારણ કે, આ ફીચર વોટ્સએપના 2.18.117 બેટા વર્ઝનથી અવેલેબલ છે.