આ વાંચ્યા બાદ આપ ક્યારેય નહીં પીવો કાગળના કપમાં ચા!

28 Mar, 2015

જો આપ આપની ઓફિસ અથવા તો લગ્ન-પાર્ટીઓમાં પેપર કપમાં ચા કે કોફી પીતા હોવ તો જરા અત્રે આપેલી માહિતીને જરા ધ્યાનથી વાંચજો. બની શકે છે કે આ માહિતીને વાંચ્યા બાદ આપ પેપર કપનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશો. હા જે કપને આપ પેપર અથવા કાગળનો માનીને નિશ્ચિંતપણે તેનો ઉપયોગ કરો છો, તે અસલમાં ખૂબ જ ખતરનાખ છે. તાજા અહેવાલ અનુસાર આ પેપરના કપોમાં ચા અથવા કોઇ પણ ગરમ પીણાનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હકિકત એ છે કે આ કાગળના કપને બનાવવા માટે તેમા વપરાતો ગુંદર અને કેમિકલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વિશ્લેષકો અનુસાર આ પ્યાલાને બનાવવામાં રિસાયકલ કરીને પેપરનો પ્રયોગ કરવામાં આવે છે. એવામાં પેપર પર પહેલાના ઘણા ઘાતકી કેમિકલ લાગેલા હોય છે. વિશ્લેષકો અનુસાર આ કપમાંથી કેમિકલને સાફ કરવાની કોઇપણ વિધિ હજી સુધી પ્રચલનમાં નથી. આ પેપર કપોમાં લગાવવામાં આવેલ ગુંદર અને કેમિકલ્સમાં જ્યારે ગરમ ચા કે કોફી નાખવામાં આવે છે તો તે કેમિકલ પીણામાં ભળી જાય છે. અને આ કેમિકલ આપણા આંતરડામાં સોઝા, કેંસર, ગળામાં એલર્જી, કિડનીમાં સોઝા, જેવી ઘણી બિમારીઓને પેદા કરી શકે છે. એટલું જ નહીં તેમાં બ્લડ કેંસર, ટીબી અને બ્રેઇન એટેકની સંભાવના પણ વધી જાય છે.