માથાની ટાલને છુપાવો, કંઇક આ રીતે!

17 Sep, 2015

આજકાલ માથાના વાળ ખરવા એક સામાન્ય વાત થઇ ગઇ છે. તેમાં પણ અનેક યુવકોના વાળ યુવાનીમાં જ તાર તાર થઇ જાય છે. અને તે નાની ઉંમરે જ પોતાની ઉંમર કરતા બહુ મોટા લાગવા લાગે છે. વળી અનેક લોકો પોતાના વાળને બચાવવા માટે શેમ્પુ કે તેલ કે પછી વિવિધ પ્રકારના લોશનનો પણ ઉપયોગ કરીને પોતાની ટાલને છુપાવવાનો ભરપૂર પ્રયાસ છે. ADVERTISEMENT પણ તેમ છતાં ધણીવાર આ ટાલ દેખાઇ જ આવે છે. ત્યારે તમારા આ વિકટ સમસ્યાને દૂર કરવા માટે અમે કેટલાક નસખા લાવ્યા છીએ. ત્યારે ટાલને છુપાવવા માટે તમે બીજું તો ધણું કર્યું છે ત્યારે જરા આ પણ કરી જુઓ. તો વાંચો આ ફોટોસ્લાઇડર અને જાણો કેમ કરીને તમે તમારી ટાલને છુપાવશો...

એક્સપર્ટથી સલાહ
હેરસ્ટાઇલ દ્વારા તમારા ચહેરાનો લૂક ચેન્જ કરાવો. પોતાના હેરસ્ટાયલિસ્ટ પાસે જઇને આ માટે સલાહ માંગો.

હેયર પીસનો ઉપયોગ
હેયર પીસને વીગ પણ કહેવાય છે. તે નકલી વાળોથી બની હોય છે તમે તમારી સ્ટાઇલ પ્રમાણે તેમાથી ડિઝાઇન પસંદ કરો. જો કે આ હેયર પીસ ખૂબ જ મોંધા હોય છે પણ તમે એક વાર તો ખર્ચો કરી જ શકો છો પોતાના લૂક માટે.

ટાલ કરાવો
શેવિંગ કરવાથી વાળની ગ્રોથ વધે છે. તો નિયમિત શેવિંગ કરો અને પોતાના ગ્રોથને ફરી વધારો.

ટોપીનો ઉપયોગ
પોતાની ટાલને છુપાવવા માટે તમે સ્ટાઇલીશ ટોપીનો સહારો લઇ શકો છો.

સ્કેલ્પ પિગમેન્ટેશન
આ ટ્રિટમેન્ટ મોંધી છે પણ ખૂબ જ પોપ્યુલર છે. તમે સ્કેલ્પ પિગમેન્ટેશન કરાવી શકો છો. આ માટે સારા આઉટલેટને પસંદ કરશો અને રિવ્યૂ જોઇને જ જગ્યાને ફાઇનલ કરજો.

હેર ટ્રાન્સપ્લાન્ટ
હેર ટ્રાન્સપ્લાન્ટ મોંધી અને દર્દનાક છે પાછું તેમાં રિસ્ક પણ છે. પણ જો સમસ્યા ગંભીર હોય ને કોઇ આસરો ના હોય તો તમે છેલ્લા સહારારૂપ આ પણ ટ્રાય કરી શકો છો.