મુકેશ અંબાણી ખિસ્સામાં નથી રાખતા એક પણ પૈસો... માત્ર સાથે હોય છે એક પેન, પોતે બતાવ્યું આ પાછળનું કારણ

12 Jul, 2018

 મુકેશ અંબાણીનો પરિવાર એશીયાનો સૌથી અમીર પરિવારમાંથી એક છે. સોશ્યલ મીડિયા પર હંમેશા તેના સમાચાર વાયરલ થાય છે. મુકેશ અંબાણી રોયલ લાઇફ જીવવાનું પસંદ કરે છે. તેનું ઘર પણ સૌથી આલીશાન અને મોંઘા ઘરોના લીસ્ટમાં સામેલ છે. પરંતુ તમને ખબર છે જયારે પણ મુકેશ અંબાણી ઘરથી નીકળે છે તો કેટલા રૂપિયા તેના ખીસ્સામાં હોય છે. સાંભળીને તમે પણ દંગ રહી જશો. કેમ કે આ વાતનો ખુલાસો તેમણે પોતે જ કર્યો છે.

 

 

એચટી લીડરશીપ સમિટમાં મુકેશ અંબાણીએ ખુલાસો કર્યો કે તે ખીસ્સામાં ન તો પૈસા છે અને ન તો ક્રેડિટ કાર્ડ. તેના બધા બિલ્સ સાથે રહેવાવાળા ભરે છે. તેમણે કહયું, પૈસા મારા માટે અગત્ય નથી. પૈસા માત્ર એક સંસાધન છે. જે કંપની માટે જોખમ લેવાનું કામ કરે છે. તેનાથી ફલેગ્જિબિલિટી પણ મળે છે. હું મારા ખિસ્સામાં ન તો પૈસા રાખો છો અને ન ક્રેડિટ કાર્ડ. માત્ર એક પેન હોય છે. ઘણા ઓછા લોકોને આ વાતની ખબર હશે. નાનપણથી લઇને અત્યાર સુધી મેં ખીસ્સામાં પૈસા નથી રાખ્યા.

એક ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ બાળકોને લઇને એક કિસ્સો સંભાળવ્યો હ તો. જયાં તેમણે કહયું હતું, જયારે મારા બાળકો સ્કુલે જતા હતા તો હું તેમને દર શુક્રવારે પ રૂપિયા આપતી હતી. જેનાથી તે સ્કુલ કેન્ટીનમાં નાસ્તો કરતા હતા. એક સમયની વાત છે જયારે મારો દીકરો અનંત દોડીને મારી પાસે આવ્યો અને બોલ્યો કે ૧૦ રૂપિયા જોઇએ. જયારે મેં સવાલ પુછયો કેમ તો તે બોલ્યો, સ્કુલના દોસ્ત મારી મજાક ઉડાડે છે. કહે છે કે માત્ર પ રૂપિયા લઇને આવશ. તું અંબાણી છે કે ભિખારી.

 

 

દેશના સૌથી મોંઘા ઘરોમાંથી એક એન્ટીલીયામાં મુકેશ અંબાણી રહે છે. તેનું આ ઘર મુંબઇના અલ્ટામાઉન્ટમાં સ્થિત છે. ૨૭ માળની આ બિલ્ડીંગને તે રહછે અને ઘરની સાફ-સફાઇ માટે ૬૦૦ નોકર છે જે હંમેશા દેખભાળ કરે છે. આ ઘરમાં ૧૬૮ કાર ઉભી રાખવાની જગ્યા પણ છે અને છત પર ત્રણ હેલીપેડ પણ હાજર છે. તેના ઘરમાં સ્વીમીંગ પુલ અને સ્પા રૂમ પણ છે.