તમે ગરમ પાણીથી સ્નાન કરો છો ? તો તમને થઇ શકે છે આ સમસ્યાઓ...

28 Mar, 2018

 ઘણા લોકો ગરમ પાણીથી જ સ્નાન કરતા હોય છે જેથી ત્વચા સાફ રાખી શકાય. કેટલાક લોકો ગેસ કે સ્ટવમાં અથવાો ગીઝર કે ઇલેકટ્રોનિકસ મશીનનો પણ ઉપયોગ કરી શકે છે. પરંતુ એક અહેવાલ મુજબ ગરમ પાણીથી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે ગંભીર હોય શકે છે. ગરમ પાણીથી સ્નાન કરવા પર ત્વચા અને સ્વાસ્થયને લગતી સમસ્યાઓ થઇ શકે છે. તો આવો જાણીએ ગરમ પાણીથી સ્નાન કરવાથી શું નુકસાન થઇ શકે છે.

વધારે ગરમ પાણીથી સ્નાન કરવા પર ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે. સાથે જ સમયથી પહેલા તમે વૃદ્ધ દેખાવા લાગો છો.


• સ્નાન કરવા માટે વધારે ગરમ પાણીના ઉપયોગથી ત્વચા શુષ્ક થઇ શકે છે. જેથી ત્વચાની એલર્જી, ત્વચા લાલ થવી તેમજ ખંજવાળ આવવાની સમસ્યા થઇ શકે છે.
• ગરમ પાણીથી સ્નાન કરવાથી વાળ ખરવાની સાથે સાથે ખોડાની સમસ્યા પણ થઇ શકે છે. તે સિવાય વાળ બરછટ પણ થાય છે.
• તે સિવાય એક શોધ અનુસાર વધારે ગરમ પાણીથી સ્નાન કરવા પર હૃદય રોગની સમસ્યા પણ થઇ શકે છે.
• ભોજન કર્યા બાદ ગરમ પાણીથી સ્નાન કરવાથી જમવાનું પચવામાં સમય લાગે છે. જેથી કબજિયાતની સમસ્યા પણ થઇ શકે છે.
• વધારે ગરમ પાણીથી નાહવા પર શુક્રાણુંઓ અને અંડાણુંઓ બનવાની સંખ્યા ઘટે છે. જેથી યૌન સંબંધી બિમારીઓ થવાની સંભવના વધી જાય છે.
• ગરમ પાણીથી સ્નાન કરવા પર આંખો લાલ થઇ જાય છે. તે સિવાય આંખોમાં સોજા આવે છે અને દુખાવો થવા લાગે છે.
• માથા પર ગરમ પાણી નાંખવા પર કફની સમસ્યા વધી જાય છે. જેથી શરદી-ઉધરસ, વાયરલ ફીવર અને માથાના દુખાવા જેવી સમસ્યા પણ રહે છે.