છોકરીએ FB પર પોસ્ટ કરી, કેવી રીતે હોસ્પિટલે છેતરીને ૧.૨ કરોડનું બીલ કર્યું, છતાં માંને બચાવી ન શકી

18 Jun, 2018

 દિલ્હીમાં ઘણો જ હેરાન કરનારી ઘટના સામે આવી છે, જયાં ર હોસ્પિટલે દર્દીના પરિવારને ૧.૨ કરોડનું બિલ પકડાવી દીધું અને તેને ૧ કરોડ રૂપિયાનું બિલ ચુકવવા માટે મજબુર થવું પડયું.

એક મહિલાએ પોતાના ફેસબુક પોસ્ટ પર આ વાતનો ખુલાસો કર્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે તેને પોતાના માંના લીવર ટ્રાન્સપ્લાટેન્શન માટે ૧ કરોડ રૂીપયાનું મેડિકલ બિલ ચુકવવુ પડયું છેે. મહિલા લગભગ ૧૦૦ દિવસો સુધી યશોદા હોસ્પિટલ હૈદરાબાદ અને બીએલ કપુર હોસ્પિટલ દિલ્હીમાં દાખલ રહી હતી. આ દરમ્યાન પરિવારથી દરરોજ ૧ લાખ રૂપિયાની ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું હતું.

  પારૂલ ભસીન નામની આ મહિલાએ પોતાના ફેસબુક પોસ્ટમાં પોતાની આપવીતી વર્ણવતા કહયું કે આને મેડિકલ કિડનૈપિંગ કહે છે. મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ૨ જાન્યુઆરી ૨૦૧૮ના તેની માંને બીએલકપુર હોસ્પિટલ દિલ્હીમાં દાખલ કરવામાં આવી હતી. ૪ જાન્યુઆરીએ ડોકટરોએ લીવીર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી. તેનો બધો ખર્ચ ૧૮-૧૯ લાખ કહયો હતો.

પારૂલે આગળ જણાવ્યું કે જયોત્સના વર્મા નામની એક મહિલાએ ઓછા સમયમાં જ અમારા માટે એક લીવર ઉપલબ્ધ કરવાની દાવો કર્યો હતો અને લગભગ કુલ ખર્ચ ૨૩ લાખ કહયા હતા. તેને અમને જાણકારી આપીને માટે ૧ લાખ રૂપિયા માંગ્યા. ૧૬ જાન્યુઆરીએ જયારે મારા પેરેન્ટસ હૈદરાબાવ ગયા તો તેમણે તેનો લગભગ ખર્ચ ૨૭ લાખ રૂપિયા કહયા હતા.

પ ફ્રેબુઆરીએ પારૂલની માંનું લીવર ટ્રાન્સપ્લાન્ટ સફળ રહયું. ૮ ફેબ્રુઆરીએ ફેફસામાં ઇન્ફેકશનના કારણે તેમને ૩૦ દિવસો સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા. આ દરમ્યાન દરરોજ ૧ લાખ રૂપિયા અતિરેક ચાર્જ કરવામાં આવ્યો. ૧૦ માર્ચની આસપાસ હોસ્પિટલમાં ૬૦ લાખ રૂપિયા ચુકવ્યા પછી મહિલાના પતિએ કહયુ કે તેની બધી બચત પુરી થઇ ગઇ અને તેને દેણુ પણ કરી લીધું છે.

પારૂલે જણાવ્યું કે ૩ માર્ચની આસપાસ જયારે અમારી પાસે કોઇ રૂપિયા ન બચ્યા તો ડોકટરોએ અમને ડિસ્ચાર્જ કરવા માટે કહયું કેમ કે તેમને માત્ર નર્સિંગ દેખભાળની આવશ્યકતા હતી. અમે તેમને દિલ્હી પાછા લઇ આવવાનો નિર્ણય કર્યો, બીએલ કપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. યશોદા હોસ્પિટલના પ્રવીણએ બીલ ન ચુકવામાં આવે તો દર્દીના ઇલાજને રોકવાની ધમકી આપી.

૭ એપ્રિલના મહિલાને ફરીથી બીએલ કપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ દરમ્યાન હોસ્પિટલમાં તેને ૧ લાખ રૂપિયા દરરોજ ચુકવવામાં જણાવામાં આવ્યું. ત્યારપછી આઇસીયુમાં ૧૦૦થી વધુ દિવસ વિતાવ્યા પછી ૭ મેના પારૂલની માંનું મૃત્યુ થઇ ગયું. પારૂલે લખ્યું કે આ ૪ મહિનામાં તેના પરિવારને હોસ્પિટલોના બિલમાં ૧.૨ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. હવે તેનો પરિવાર ઘણી આર્થિક તંગી ભોગવી રહયો છે.