શુભકાર્યથી લઇ શારીરિક સંબંધ બનાવવા સુધી, હોળાષ્ટકમાં ન કરો આ કામ

27 Feb, 2018

 માન્યતા અનુસાર હોળાષ્ટકથી લઇને હોળીની રાત સુધી કેટલાક કામો કરવાની ખાસ મનાઇ હોય છે. આ વખતે હોળાષ્ક ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થઇને ૧ માર્ચ ૨૦૧૮ સુધી રહેશે.

હોળીના ૮ દિવસ પૂર્વે ફાગણ માસના શુકલ પક્ષની અષ્ટમીથી હોળાષ્ટક લાગી જાય છે જે પૂર્ણિમા સુધી રહે છે. અહીં જણાવીએ દઇએ કે જુની માન્યતાઓ અનુસાર, હોળાષ્ટકથી લઇને હોળીની રાત સુધી એવા કામ બતાવવામાં આવ્યા છે જેને કરવાની ખાસ મનાઇ હોય છે. આ વખતે હોળાષ્ટક ર૩ ફેબ્રુઆરીથી લઇને ૧ માર્ચ ૨૦૧૮ સુધી રહેશે. પૌરાણિક માન્યતા મુજબ, હોળીના આઠ દિવસ પૂર્વે પ્રકૃતિમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઇ જાય છે.

હોળીમાં ન બનાવો શારીરિક સંબંધ

હોળાષ્ટકમાં પતિ-પત્નીએ શારીરિક સંબંધથી ખાસ દુર રહેવું જોઇએ. આવુ એટલા માટે આ દરમ્યાન બનાવવામાં આવેલા શારીરિક સંબંધ જન્મ લેનાર સંતાનને જીંદગીભર ઘણા દુ:ખોનો સામનો કરવો પડે છે. આ સાથે જો તમે માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો આજથી લઇને હોળી સુધી ઘરમાં શાંતિ બનાવી રાખવાથી લાભ થશે. તમને જીવનમાં ધનની કમી નહીં થાય.

શુભ કાર્ય કરવાથી બચો

હોળી સુધી કોઇ પણ શુભકાર્ય કરવાથી બચવું જોઇએ. હકીકતમાં લગ્ન, સગાઇ, નવા ઘરમાં પ્રવેશ, મુંડન, સીમંત જેવા શુભકાર્યોનું આયોજન આ દરમ્યાન ન કરવું જોઇએ. જયોતિષો અનુસાર આ દિવસો ગ્રહોનો સ્વભાવ ઉગ્ર રહે છે. જે કારણે કોઇપણ પ્રકારના શુભકાર્યનું ઇચ્છીત ફળ પ્રાપ્ત થતું નથી. આ ૮ દિવસોમાં ગ્રહ પોતાનું સ્થાન બદલાવે છે. ગ્રહોના આ બદલાવના કારણે હોળાષ્ટક દરમ્યાન કોઇપણ શુભકાર્યોને શરૂ કરવામાં આવતું નથી.

પ્રહલાદને આપવામાં આવી હતી યાતનાઓ..

પૌરાણીક માન્યતા અનુસાર, ભગવાન શિવએ હોળાષ્ટકના પહેલા દિવસ કામદેવને ભસ્મ કરી દીધુ હતું. કેમ કે કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાની કોશિષ કરી હતી. એમ પણ કહેવાય છે કે મહાન દૈત્ય હિરણ્યકશ્યપે ભગવાનથી વરદાન મળ્યા પછી ભકત પ્રહલાદ પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધો હતો. આ આઠ દિવસોમાં પ્રહલાદને યાતનાઓ દેવાને કારણે આ સમય હોળાષ્ટક કહેવામાં આવે છે.