વિચાર્યો નહીં હોય એટલો રસપ્રદ છે કોન્ડમ પાછળનો ઈતિહાસ...!

22 Jun, 2018

ગર્ભનિરોધક અને યૌન રોગોથી બચવા માટે વાપરવામાં આવતા કોન્ડોમનો ઈતિહાસ ઘણો જ જુનો છે. કોન્ડોમ કંઈ આજકાલની પેદાશ નથી હજારો વર્ષો પહેલાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

 
1220-1350 ઈસવીસન પૂર્વ ઈજિપ્તવાસીઓ દ્વારા લિનન કોન્ડોમનો ઉપયોગ થવાની વાત બહાર આવી હતી. માનવામાં આવે છે કે સેક્સુઅલ બીમારીઓને રોકવા અને તેનાથી બચવા ઈજિપ્ત વાસીઓ દ્વારા કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવતો હતો.
 
100-200 વર્ષો પહેલાં દક્ષિણી ફ્રાન્સની લેસ કોમ્બેરેલ્સ ગુફાઓની દીવાલ પર મળેલી પેઈન્ટિંગ્સમાં પણ કોન્ડોમ દર્શાવેલાં છે.
 
-કેવી રીતે પડ્યું કોન્ડોમ નામ
કોન્ડોમના નામ વિશે ઘણી વાતો પ્રચલિત છે. માનવામાં આવે છે કે, 'કોન્ડોમ' નામ ચાર્લ્સ દ્રિતીયના સમયના 'ડોક્ટર કોન્ડાન' કે 'કોલોનલ કંડમ'ના નામે જાણીતું થયું હતું. કેટલાંકનું માનવું છે કે લેટિન શબ્દમાં 'કોન્ડમ'ને કારણે પ્રભુત્વમાં આવ્યો છે. તેનો શાબ્દિક અર્થ પોટ થાય છે. ઘણી માન્યાઓ પ્રમાણે આ એક ફારસી ભાષાનો શબ્દ છે 'કોન્ડૂ' કે 'કેન્ડૂ'થી જન્મયો છે.
 
-અજીબ-ગજબ કોન્ડોમ 
1700 વર્ષ પુર્વે પશુઓની આંતથી બનેલી કોન્ડોમનું ચલણ હતું. પણ તે ખૂબ મોંઘા હતાં તે કારણે લોકો તેનો પ્રયોગ કરતા પહેલાં લોકો ડરતા હતાં અને તેને કારણે તે એટલું જાણીતું ન હતું.
 
-100-200 વર્ષો પહેલાં ઈજિપ્તથી શરૂ થયેલો કોન્ડોમનો ઉપયોગ હવે આખા યૂરોપમાં છવાઈ ગયો હતો તેના પુરતા પુરાવા પણ હતાં.
 
1500 સદીમાં લિનન કપડાના કોન્ડોમથી આગળ વધી ગૈબ્રીલ ફૈલોપિઅસે એક નવા પ્રકારના કોન્ડોમનું નિર્માણ કર્યું. ગેબ્રીલ દ્વારા લિનનના કપડામાં રસાયણ મેળવેલા આ કોન્ડોમને ફક્ત યૌન સંબંધીત રોગથી જ છુટકારો નથી મળતો. પણ ગર્ભાવસ્થામાં પણ તેના પર નિયંત્રણ થઈ શક્યું.
 
1700ની સદીમાં ચાર્લ્સ દ્રિતિયના શાસનકાળમાં પશુઓની આંતરડામાંથી બનેલાં આ કોન્ડોમનું પ્રચલન થયું હતું પણ તે ઘણાં મોંઘા હોવાને કારણે મોટેભાગે રાજાઓ તેનો ઉપયોગ કરતાં અને અવૈધ સંતાનોન પેદા થતાં રોકતાં.
 
1800 સદીમાં આ સદીમાં યૂરોપ અને અમેરિકામાં કોન્ડોમ પર પણ આધુનિકતાનો પ્રભાવ પડ્યો. અને આ બનવામાં મુલાયમ રબરનો ઉપયોગ થવા લાગ્યો. વર્ષ 1861માં તો અમેરિકન સમાચાર પત્ર 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'માં પહેલી વખત કોન્ડોમના પ્રચાર અને પ્રસાર માટે એક એડવર્ટાઈઝમેન્ટ પણ આવી હતી.
 
1900 સદી આ પહલાં બધા જ કોન્ડોમ હાથથી તૈયાર કરવામાં આવે છે. તેની ગુણવત્તામાં ઘણી વખત ખામી જોવા મળી છે. વર્ષ 191માં ફેડેરિક કિલિઆને ઓહિયોમાં પહેલું નેચરલ રબર લેટેક્સ તૈયાર કર્યું. વર્ષ 1957માં બ્રિટનમાં ડ્યૂરેક્સ કંપની દ્વારા પહેલું લુબ્રિકન્ટ કોન્ડોમ તૈયાર થયું.
 
હાલમાં આજે બજારમાં અલગ અલગ જાતના કોન્ડોમ મળે છે જે યૌન રોગ અને ગર્ભાવસ્થા રોકી શકે છે.