જાણો શામાટે બજેટ પહેલા મંત્રી બ્રિફકેસ સાથે ફોટા પડાવે છે ? શું છે ઇતિહાસ

01 Feb, 2018

 ૨૫માં નાણા પ્રધાન અરુણ જેટલી આજે સંસદમાં બજેટ રજુ કરશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાનું મોદી સરકારનું આ છેલ્લુ બજેટ હશે. દરેક વખતે બજેટની શરૂઆતમાં જયારે નાણાપ્રધાન  ફાઇનાન્સ મિનિસ્ટ્રી પહોંચે ત્યારે તેઓ ચોકકસથી તેમની બ્રિફકેસ સાથે ફોટા પડાવે છે. પરંતુ શું તમને ખબર છે દરેક વખતે આ બ્રિફકેસ સાથે ફોટા પડાવવાનું કારણ શું છે ? તો આવી જાણીએ બજેટ પહેલા નાણા પ્રધાન પાસે આ બ્રિફકેસ કેમ હોય છે.

ભારતના બજેટ અને આ રેડ બ્રિફકેસ વચ્ચેનો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે. બજેટ અને બ્રિફકેસનો સંબંધ 150 કરતા વધુ વર્ષોથી જોડાયેલો છે. માનવામાં આવે છે કે, 1860માં બ્રિટેનના ચાંસેલર ઓફ ધી એક્સચેકર ચીફ વિલિયમ એવર્ડ ગ્લેડસ્ટન ફાઈનાન્શિયલ પેપર્સના બંડલને લેધર બેગમાં લઈને આવ્યા હતા. ત્યારથી આ પરંપાર શરૂ થઈ છે.

ફાઈનાન્શિયલ એક્સપ્રેસના મત પ્રમાણે બજેટ શબ્દ બોગેટીમાંથી નીકળ્યો છે. જેનો અર્થ થાય છે એક નાની બેગ. તે સાથે જતેમાં સરકારના ખર્ચ અને નાણાકીય અન્ય માહિતી રાખવાની પરંપરા પણ છે. 

ભારતે આઝાદી પછી પણ આ પરંપરાને ચાલુ રાખી છે. 26 નવેમ્બર 1947માં સ્વતંત્ર ભારતના પહેલાં નાણા પ્રધાન શણમુખમ શેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને પણ બ્રિફકેસમાં જ લાવવામાં આવ્યું હતું. ત્યારપછીથી આ પરંપરા ચાલુ રહી છે અને દરેક વખતે નાણા પ્રધાન તેમનું બજેટ રજૂ કરતા પહેલાં બ્રિફકેસ લઈને આવે છે.

જોકે બ્રિટનમાં રેડ ગ્લેડસ્ટન બજેટ બોક્સ 2010 સુધી પરંપરામાં હતું. 2010માં તેને મ્યૂઝિયમમાં રાખી દેવામાં આવ્યું અને તેની જગ્યા એક ફ્રેશ રેડ લેધર બોક્સનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

બ્રિટનમાં એક નાણા પ્રધાન બીજા નાણા પ્રધાનને આ બ્રિફકેસ હેન્ડ ઓવર કરે છે પરંતુ ભારતમાં એવુ નથી. બ્રિટન સિવાય યુગાન્ડા, ઝિમ્બાબ્વે અને મલેશિયામાં પણ બજેટ સ્પીચ માટે આ પ્રમાણેની બ્રિફકેસનો ઉપયોગ કરવામાં આવે છે.