એકદમ રસપ્રદ છે બ્રાનો ઇતિહાસ, જાણો કયારે અને કેવી રીતે બ્રા પહેરવાની કરી શરૂઆત

02 Jun, 2018

 મહિલાઓના અંત:વસ્ત્ર બ્રાનો ઇતિહાસ એકદમ રસપ્રદ છે. ભારત સહિત ઘણા દેશોમાં આજે પણ બ્રા શબ્દને મહિલાઓના સામાજીક બંધનોમાં જકડીને રાખવામાં આવ્યો છે. ફિલ્મોમાં હંમેશા બોલ્ડ સીનને દર્શાવતા સમયે અભિનેત્રોઓને બ્રામાં દેખાડવામાં આવે છે.

કદાચ આ જ કારણ છે કે સમાજમાં બ્રાને એક ભડકાઉ અને સેકસયુલ વસ્તુના રૂપમાં જોવા લાગી છે. જેના કારણે ઘણીવાર મહિલાઓ બ્રા પહેરવાની અસહજ નજર આવે છે. લગભગ ૧૪ વર્ષની ઉંમર સુધી છોકરીઓના સ્તન વિકસીત થવા લાગે છે. ત્યારપછી તેણે બ્રા પહેરવાની સલાહ આપવામાં આવે છે.

જો કે સમાજમાં બ્રા શબ્દને એક સેકસયુઅલ ઓબ્જેકટના રૂપમાં પેશ કરવાના કારણે કિશોરાવસ્થામાં ડગ રાખતી ઘણી છોકરીઓ આ વાતને લઇને ઉલઝનમાં રહે છે કે તેણે બ્રા પહેરવાની શરૂઆત કયારે અને કેવી રીતે કરવી જોઇએ.

થોડા દિવસો પહેલા બ્રાને લઇને એક એવો મામલો સામે આવ્યો હતો કે જે ચર્ચાનો વિષય બની ગયો હતો. દિલ્હીના એક નામી સ્કુલમાં નવ ધોરણ થી ૧ર ધોરણ સુધીની છાત્રાઓએ સ્કીન કલરની બ્રાની સાથે સાથે સાથે શર્ટ પહરેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ તેને એ વાતની સુચના આપવામાં આવી હતી કે તે સુનિશ્ર્ચિત કરી લે કે તેની બ્રા નજર ન આવે.

આ રીતના મામલાને જાણ્યા પછી કદાચ તમારા મનમાં પણ બ્રાનો ઇતિહાસ જાણવા વિશે સવાલ ઉઠી રહયા હશે.

બ્રા પહેરવાની શરૂઆતને લઇને કોઇ સચોટ જવાબ દેવો તો મુશ્કેલી છે, પરંતુ હાલમાં જ છપાયેલા એક લેખમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રાનો આવિષ્કાર ૧૮૬૯માં ફ્રાંસમાં થયો હતો. જયાં હર્મિની કૈડોલ નામની એક મહિલાએ જેકેટનુમા પોશાકનો બે ટુકડામાં કાપીને અંડરગાર્મેન્ટસ બનાવી લીધા હતા. ત્યારપછી તેના ઉપરી હિસ્સાને બ્રાની રીતે પહેર્યું અને વેચાવા લાગ્યું હતું.

આધુનિક બ્રાની શરૂઆત પણ ફ્રાંસથી જ થઇ હતી. જાણવામાં આવે છે કે તે સમયે લંડનના વિજ્ઞાન સંગ્રાહલમાં જે પુશઅપ બ્રા રાખવામાં આવી છે તે ૧૯મી સદીમાં બનાવવામાં આવી હતી.

એક રીપોર્ટ મુજબ અમેરિકાની સાથે સાથે અન્ય દેશોમાં બ્રા પહેરવાની શરૂઆત ૧૯૦૭માં ત્યારે થઇ જયારે એક ફેશન પત્રિકા વોગમાં સૌથી પહેલા બ્રા પહેરીને એક યુવતીને દેખાડવામાં આવી હતી. ત્યારપછી ૬૦ના દશકામાં મહિલાઓને બ્રાના વિરુદ્ધ આંદોલન છેડતા કહયું કે, બ્રા મહિલાઓને એક સેકસ ઓબ્જેકટ તરીકે પેશ કરે છે. આ દરમ્યાન બ્રા પહેરવાથી ખતરાથી લઇને ઘણી સંગઠનની મહિલાઓએ આગાહ પણ કરી રહી હતી.

એ વાતને સમજવું ઘણુ જરૂરી છે કે આ અંત:વસ્ત્ર તરીકે પર લેવી જોઇએ બીજા કોઇ સેકસ ઓબ્જેકટની રીતે દેખાડવાનું સારું નથી.