હવે એક્સરસાઇઝ નહીં, એક Smart બ્રા ફિટ રહેવામાં તમને મદદ કરશે!

08 Jan, 2016

આજના સમયમાં ભાગ્યે જ કોઇ એવો વ્યક્તિ હશે જે ડિજીટલ ભવિષ્યની વાતને નકારી શકે કે પછી તેના અવગણના કરી શકે. ટેક્નોલોજી હવે કપડાંમાં પણ જોવા મળે છે. ટૂંક સમયમાં કદાચ એવા કપડાંનું પણ નિર્માણ થશે જે પહેરવાથી તમને સ્માર્ટ લુક મળશે એટલું જ નહીં, તે કપડાં પણ સ્માર્ટ હશે. 

 
આ દિશામાં એક કદમ આગળ જતાં એક Canadian કંપની OmSignalએ એક તદ્દન અનોખી બ્રા ડિઝાઇન કરી છે. જે તમારાં ઇનરવેરમાં પણ સ્માર્ટનેસનો ઉમેરો કરશે. OmSignalએ તૈયાર કરેલી આ અનોખી સ્પોર્ટ્સ બ્રા તમારાં હાર્ટ રેટ, બ્રિથિંગ રેટ અને કૅલેરી બર્ન જેવા statistics વાંચી શકે છે. 
 

 
આ બ્રાની આસપાસ સેન્સર લગાવવામાં આવ્યા છે. જે તમારાં શરીરનું હલન-ચલન નોંધીને આપમેળે OmSignalની સ્માર્ટફોન એપ્લિકેશનને ટ્રાન્સફર કરશે. એટલું જ નહીં, આ સ્માર્ટ બ્રા તમારી રનિંગ પેટર્ન અને અન્ય ડિટેલ્સને પણ રેકોર્ડ કરવાની ક્ષમતા ધરાવે છે. (વર્કઆઉટમાં બ્રેસ્ટને થતાં નુકસાનથી બચો, સ્પોર્ટ્સ બ્રા ખરીદતા રાખો આ ધ્યાન)
 

 
શરૂઆતમાં લોકો આ પ્રકારની બ્રાને ટેસ્ટ કરવામાં ખચકાતા હતા, પરંતુ હવે જેટલાં લોકો તેને પહેરી રહ્યા છે, તેઓએ આ બ્રા ખુબ જ કમ્ફર્ટેબલ હોવાનો દાવો કર્યો છે. આ એક ટેક્નોલોજી એડવાન્સ્ડ પ્રોડક્ટ છે, તેથી તેની કિંમત પણ ધાર્યા મુજબ વધારે છે. જો કે, જે લોકો ફિટનેસ ટ્રેકર્સને એક્સપિરિયન્સ કરવામાં ખચકાતા નથી તેઓ માટે આ કિંમત સાવ નજીવી સાબિત થશે. આ પ્રોડક્ટ્સની શરૂઆતની કિંમત 9000 (approx) રૂપિયા છે, ટૂંક સમયમાં જ આ બ્રા ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ હશે.