લગ્નવિધી વખતે જ અચાનક સ્પીકરમાંથી આવવા લાગ્યો મહિલાનો સેકસ માણતો અવાજ, પછી થયું કંઇક આવું...

08 Feb, 2018

 કલ્પના કરો કે લગ્નની વિધિ ચાલુ હોય અને બધુ જ ધામધૂમપૂર્વક ચાલી રહયુ હોય અને ત્યારે સ્થળ પર લોકોનું મનોરંજન કરતી સાઉન્ડ સીસ્ટમાં અચાનક જ કોઇ મહિલા સેકસ માણતી હોય તેવો મોનિંગનો અવાજ સંભળાય તો હાજર રહેલા મહેમાનોની કેવી સ્થિતિ થાય. આવું જ કંઇક આ લગ્નમાં બન્યું હતું.

બ્રાઝિલની ઘટના હોવાનું કહેવાય છે તેમજ અહીં જ એક સ્થાનિક ફેસબુક ગ્રુપ પર પહેલીવાર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જે બાદ દુનિયાભરમાં તે ખુબ જ ઝડપથી વાયરલ થયો હતો.
વીડિયો મુજબ ચર્ચમાં લગ્ન ચાલી રહયા હતા ત્યારે પિતા નવવધુ બનેલી પોતાની દીકરીને લઇને એન્ટર થાય છે અને વરરાજા સહિત બધા મહેમાનો તેમની રાહ જોતા હોય છે. બરાબર જયારે ગર્લ તેમની નજીક પહોંચે છે ત્યારે સાઉન્ડ સીસ્ટમાંથી ગર્લના મોનિંગનો સાઉન્ડ આવે છે.
અચાનક બનેલી આ ઘટનાથી ત્યાં હાજર રહેલા મહેમાનો પણ વિચારમાં પડી જાય છે જ્યારે વરરાજા અને કન્યા શરમથી પાણી પાણી થઈ જાય છે. જોકે ત્યાં હાજર તેમનો કોઈ ફ્રેન્ડ ખૂબ જ સમયસૂચકતા વાપરીને તાત્કાલીક સાઉન્ડ સિસ્ટમ બંધ કરી દે છે.
આ વિચિત્ર બનાવથી પહેલા તો દંગ રહી ગયેલા મહેમાનો ધીમે ધીમે હળવા મૂડમાં જોવા મળે છે અને ખુદ વર અને વધુ પણ સ્થિતિ કંટ્રોલમાં આવી જવાથી રાહતનો શ્વાસ લે છે. જોકે આવું કેમ થયું તેની પાછળ પણ ઘણી રસપ્રદ કહાણી છે.
આ કપલના કેટલાક ફ્રેન્ડ્સનું માનીએ તો કપલે મ્યુઝિશિયનના પૈસા બચાવવા માટે ઇન્ટરનેટ પરથી મ્યુઝિક ડાઉનલોડ કર્યું હતું. પરંતુ તેમણે આ ક્લિપને પૂરેપૂરી સાંભળી નહોતી. જેના છેલ્લે આ પ્રકારની હીલીરીયસ સાઉન્ડ ફાઇલ પણ હતી.
સ્થાનિક મીડિયાના અહેવાલો કહે છે કે જોકે આ એક ઘટનાને બાદ કરતા કપલના લગ્ન બાદમાં સારી રીતે પૂરા થયા હતા. એટલે અંત ભલા તો સબ ભલાની જેમ બધા લોકોએ આ ઘટનાને રમૂજ તરીકે જ યાદ રાખી હતી.