ઓહ માય ગોડ... અહીં છોકરીઓને અંડરગાર્મેન્ટસમાં ચમચી છુપાવી રાખવાની સલાહ, કારણ જાણી ચોંકી જશો

31 Jul, 2018

 કયાંય મહિલાઓ સુરક્ષિત નથી. રેપ, હત્યા, બળજબરીપૂર્વક લગ્ન, માનવ તસ્કરી વગેરે જેવી ઘટનાઓનો મહિલાઓ શિકાર બની રહી છે. આવા ગુનાઓથી બચવા માટે મહિલાઓને ઉપાય અને સલાહ આપવામાં આવે છે આવી જ એક અજીબો-ગરીબ સલાહ સ્વીડનમાં પોતાના દેશની મહિલાઓને આપી રહી છે જેની પાછળનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો...

સ્વીડનના એક શહેર ગોથેનબર્ગમાં છોકરીઓને સલાહ આપવામાં આવી રહી છે કે પોતાના અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવીને રાખવી. છોકરીઓની સુરક્ષા માટે આ સલાહ આપવામાં આવી રહી છે. સ્વીડનમાં મહિલાઓ માટે કામ કરતી સંસ્થાએ છોકરીઓની સુરક્ષા માટે આ ઉપાય કાઢ્યો છે, જેનો હેતુ દેશની બહાર છોકરીઓની તસ્કરી કરતા લોકોને પકડાવી છોકરીઓને બચાવવાનો છે.

 

 

સ્વીડનમાં એવા કેટલાય મામલા સામે આવ્યા છે જ્યાં છોકરીઓનાં જબરદસ્તી લગ્ન કરાવી તેને દેશની બહાર લઈ જવામાં આી હોય. પાછલા દિવસોમાં આવા કેટલાય મામલા આવ્યા હતા. એવામાં છોકરીઓને સલાહ આપવામાં આવી કે તેઓ પોતાના અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવીને રાખે જેથી કરીને તેઓ એરપોર્ટ પર જ પકડાય જાય અને બચી શકે.

 

 

મહિલાઓ માટે કામ કરતી સંસ્થાનું કહેવું છે કે જે છોકરીઓના અંડરગા્મેન્ટ્સમાં ચમચી હશે, એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન મેટલ ડિટેક્ટરથી પસાર થતી વખતે તે મહિલાને અલગ રૂમમાં લઈ જઈને ચેક કરવામાં આવશે. આ દરમિયાન તે એરપોર્ટના અધિકારીઓને વાત જણાવી શકે છે એને બળજબરીપૂર્વક દેશની બહાર લઈ જવામાં આવી રહી છે. સંસ્થાનું કહેવું છે કે આ મામલે એરપોર્ટના અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે તેમને ખબર છે કે છોકરીઓને સુરક્ષિત રીતે કેમ બચાવવી. એવું નથી કે આ ઉપાય કામનો નથી. બ્રિટનમાં પણ ચમચીને કારણે કેટલીય છોકરીઓને બચાવી લેવામાં આવી.