હેમાએ ધુત્કારી દીધો પ્રેમ તો જિંદગીભર કુંવારો રહયો આ એકટર, હેમાના દરવાજા પર ગુજાર્યા ઘણા દિવસો

30 Jun, 2018

 બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીનો એક જમાનમાં બોલીવુડ પર રાજ ચાલતો હતો. તે પોતાના જમાનાની સુપર સ્ટાર હીરોઇન હતી.

 

 

હેમાના પ્રતિ લોકોમાં દિવાનગી આજે પણ ઓછી નથી થઇ. આજે પણ ઘણા લોકો હેમાના એક દિદાર માટે બેતાબ રહે છે. હેમાએ વર્ષ ૧૯૬૩માં તમિલ ફિલ્મ ઇથુ સાથિયમમાં સહ કલાકારની ભૂમિકા ભજવીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડગલુ માંડયું હતું. ત્યારપછી હેમામાલિનીએ ૧૯૬૮માં ફિલ્મ સપનો કે સૌદગરથી બોલીવુડમાં એન્ટી મારી. ત્યારપછી તેણે પાછળ વળીને નથી જોયું અને આજે પુરી દુનિયામાં તેનું નામ બોલાય છે.
 
 
 

હાલમાં જ હેમાની બાયોગ્રાફી બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ લોન્ચ થઇ છે. આ બાયોગ્રાફીમાં પીએમ નરેન્દ્ર મોદીને હેમા માલિની માટે એક મિઠાશ ભરી પ્રસ્તાવના પણ લખી છે જેની ચર્ચા પણ ઘણી થઇ રહી છે.

ત્યાં હેમાથી જોડાયેલો એક રાઝ આજે અમે તમને બતાવીશું જે કદાચ તમને નહીં ખબર હોય. શું તમને ખબર છે કે ૭૦ના દાયકામાં સુપરસ્ટાર સંજીવકુમારનું દિલ પણ હેમા માલિની પર આવી ગયું હતું. હેમા અને સંજીવનું અફેર ૭૦ના દાયકામાં ઘણું ચર્ચામાં હતું. સંજીવકુમાર હેમામાલિનીથી ઘણો વધારે પ્રેમ કરતો હતો.

 

 

તેનાથી સંજીવકુમારનું દુર્ભાગ્ય જ કહેશો કેમ કે આ પ્રેમ એક તરફી હતો. એકવાર સંજીવકુમારે હિંમ્મત કરીને હેમામાલિનીની સામે પોતાના દિલની વાત રાખી દીધી. હેમા માલિનીએ સંજીવના પ્રપોઝલને તરત જ ઠુકરાવી દીધું.

હેમાનો આ રીતે પ્રપોઝલ ઠુકરાવી દેવાથી સંજીવકુમાર દિલ ખરાબ રીતે તુટી ગયું અને આ કારણે તેમણે જિંદગીભર લગ્ન ન કર્યા. તે કુંવારા જ રહયા.

ત્યાં સુધી કહેવામાં આવે છે કે તેમણે ઘણા દિવસ હેમાના ઘરની બહાર ગુર્જાયા હતા. ત્યારપછી પણ હેમા પર કોઇ અસર થઇ ન હતી. સંજીવની મોત પછી હેમાને એક કાર્યક્રમમાં તેમના ઘણા વખાણ કર્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું કે હેમાને મોડો ખરો પણ સંજીવનો પ્રેમ સમજમાં તો આવ્યો પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ચુકયું હતું.

 

 

એ બાજુ હેમા માલિની અને ધર્મેન્દ્રની વચ્ચે કંઇક કંઇક શરૂ થયું અને બંનેની વચ્ચે પ્રેમ વધી ગયો. બંનેએ લગ્ન કરી લીધા. કહેવામાં એમ પણ આવે છે કે શોલે ફિલ્મમાં વીરુનો રોલ સંજીવકુમાર કરવા ઇચ્છતા હતા જયારે ઠાકુરનો રોલ ધર્મેન્દ્ર કરવાના હતા.

જો કે પછી જયારે ફિલ્મ ડાયરેકટર રમેશ સિપ્પીથી ધર્મેન્દ્રને ખબર પડી કે વિરુના રોલ હેમામાલિનીના રોલ બસંતીથી ફિલ્મમાં રોમાન્સ કરશે તો તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ઠાકુરનો રોલ છોડીને વીરુનો રોલ કર્યો.