7 કિલો વજન ઘટાડ્યા બાદ પણ હિના ખાને નથી બંધ કર્યું વર્કઆઉટ, જોવા મળશે 'કોમોલિકા'ના રોલમાં

16 Jul, 2018

બિગ બોસ-11માં છવાયા બાદ હિના ખાનને ઘણા ટીવી શોની ઓફર્સ મળી રહી છે. એક અહેવાલ અનુસાર, હિના ખાને તેને મળેલી ઓફર્સમાંથી ઘણાને સ્વીકારી પણ લીધી છે. હિના ખાન ‘કસૌટી જીંદગી’ના બીજા સીઝનમાં કોમોલિકાના રોલમાં જોવા મળી શકે છે. ટીવી પર કમબેક સમયે પોતાના નવા અવતારથી હિના ખાન સૌને ચોંકાવા માગે છે. આ જ કારણે તે હાલ જીમમાં આકરી મહેનત કરી રહી છે.

 

 
- મોટાભાગે પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી હિના ખાન હાલ પોતાના વર્કઆઉટ વીડિયોઝ પોસ્ટ કરી રહી છે. બિગ બોસ-11માં એન્ટ્રી પહેલા જ હિના ખાન વેટ લોસને કારણે ચર્ચામાં હતી. 
- હિના ખાને 7 કિલો જેટલું વજન ઘટાડ્યા બાદ પણ પોતાનું વર્કઆઉટ બંધ કર્યું નથી અને સતત જીમમાં મહેનત કરી રહી છે.
- ઈન્સ્ટાગ્રામ પર હિના ખાને લેગ એક્સરસાઈઝના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા’થી લોકપ્રિયતા મેળવનારી હિના ખાન એક પંજાબી વીડિયોમાં જોવા મળશે. આ ઉપરાંત તે ‘કસોટી જીંદગી કી’ની બીજી સિઝનમાં પણ જોવા મળશે.