અહીં લગ્ન પહેલા છોકરીનો થાય છે RAPE, બંનેના પરિવાર આપે છે સાથ

28 Jul, 2018

 દુનિયામાં એવી કેટલીક પરંપરાઓ માનવામાં આવે છે જેના વિશે જાણીને આપણી આંખો પહોળી થઈ જાય. આમાની કેટલીક પરંપરાો લોકોના મોત સાથે જોડાયેલી છે તો કેટલીક લગ્ન સાથે. આવી જ એક પરંપરા કિર્ગિસ્તાનમાં કરવામાં આવે છે. જેને અલા કચુ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં છોકરાઓ પોતાની પસંદની છોકરીઓને કિડનેપ કરી લે છે અને ઘરે જઈને એને લગ્ન કરવા મનાવે છે અથવા તો એની સાથે રેપ કરે છે.

 

અહીં જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને કિડનેપ કરે છે ત્યારે એના ઘરના લોકો લગ્નની તૈયારીઓ શરૂ કરી દે છે. જો કોઈ છોકરી કિડનેપ થયા પછી પણ લગ્ન કરવાની ના પાડે તો પરિવારના લોકો એને લગ્ન કરવા મનાવે છે. અરે ઘણીવાર તો છોકરીને મનાવવા માટે છોકરો રેપ પણ કરી દે છે. બીજા દિવસે એ છોકરી પણ રેપ કરનારા છોકરા સાથે લગ્નની તૈયારીઓ શરૂ કરી દે છે કારણ કે એને ખબર હોય છે કે હવે તેના લગ્ન માત્ર રેપ કરનારા યુવક સાથે જ થવાના છે.

તેમ છતા જો કોઈ છોકરી લગ્નની ના પાડે તો એ પીડિતાને બદનામ થવા માટે છોડી દેવાય છે. જ્યારે બધે જ તેની બદનામી થઈ જાય અને કોઈ એની સાથે લગ્ન કરવા તૈયાર નથી થતુ ત્યારે એના હતાશ થયેલા પરિવારજનો રેપ કરનાર સાથે એના લગ્ન કરાવી દે છે.

સરકારે કેટલીય વખત લગ્ન માટે કિડનેપ અને રેપ કરવાની આ પરંપરાને રોકવાનો પ્રયત્ન કર્યો. વર્ષ 1994માં આને ઇલીગલ પણ જાહેર કરી દેવાયુ હોવા છતાં આ પરંપરા સંપૂર્ણપણે બંધ નથી થઈ. સ્થાનિક એનજીઓના રિપોર્ટમાં કહેવાયુ છે કે લગ્ન માટે અહીં દરવર્ષે આશરે 12000 છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે અને રેપ પણ કરવામાં આવે છે. પ્રાપ્ત થયેલા અન્ય આંકડા મુજબ આશરે 40 ટકા કિર્ગિસ મહિલાઓના લગ્ન આ રીતે જ થયા છે. જો કે ઘણાં કિસ્સાઓમાં છોકરીઓ સાથે રેપ નથી થતો પરંતુ છોકરીના પરિવારવાળા કિડનેપ કરનારા છોકરા સાથે લગ્ન કરવા એને મનાવી જ લે છે.

 

જાપાનના ટોકિયોમાં રહેતી ફોટોગ્રાફર નોરિકો હયાશીએ આ મહિલાઓની લાઈફને ફોટોમાં બતાવી છે. નોરિકો કિર્ગિસ્તાનના ઘણાં વિસ્તારોમાં કેટલાય મહિનાઓ સુધી રોકાઈને તેણે આ પરંપરાને નજીકથી જોઈ હતી. નોરિકો સાથેની વાતચીતમાં એક 82 વર્ષના માજીએ જણાવ્યું હતું કે આજકાલ તો જરાય ઓળખાણ ના હોય તેવા છોકરાઓ છોકરીઓને કિડનેપ કરી લે છે જે ખરાબ વાત છે. અમારા સમયમાં તો પહેલા છોકરો-છોકરી એકબીજાના પરિચયમાં આવતા, પત્રો લખતા અને પછી છોકરીને કિડનેપ કરતા હોવાથી છોકરી પણ ખુશ રહેતી.