નાળિયેરના અનેક ફાયદા જાણવા કરો એક ક્લિક

17 Jan, 2015

નાળિયેર આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. આપણે બધા જાણીએ છીએ કે પૂજન કર્મથી લઈને સ્વાસ્થ્યમાં નાળિયેર અનેક રીતે મહત્વ પૂર્ણ સ્થાન ધરાવે છે. નાળિયેર ખાવાથી શારીરિક નબળાઈ દૂર કરી શકાય છે. કોઈ પણ દેવી-દેવતાઓની પૂજા નાળિયેર વગર અધૂરી છે. ભગવાનને નાળિયેર અર્પિત કરવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.

નાળિયેર વિશે એક પરંપરા આ છે કે સ્ત્રીઓ નાળિયેર નથી વધારતી કે ફોડતી. શું તમે આ પરંપરા પાછળનું રહસ્ય જાણો છો ?
શ્રીફળ શુભ સમુદ્ધ ,સમ્માન ઉન્નતિ અને સૌભાગ્યનું સૂચક છે. સમ્માન કરવા માટે શાલની સાથે શ્રીફળ પણ અપાય છે.સામાજિક રીતી રિવાજમાં પણ નારિયળ ભેટ કરવાની પરંપરા છે જેમ વિદાયના સમયે તિલક કરીને નારિયળ અને ધનરાશિ ભેટ કરાય છે. રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધીને નરિયળ ભેટ કરે છે અને વચન લે છે.

નાળિયેરના ફાયદા

  • નાળિયેર ઠંડું માનવામાં આવે છે.
  • તાજું નાળિયેર કેલરીથી ભરપૂર હોય છે. એમાં ઘણા પોષક તત્વ હોય છે. 
  • નાળિયેરના કોમળ થડમાંથી જે રસ નિકળે છે તેને માડી(નીરા) કહે છે. તેને લજ્જતદાર પેય માનવામાં આવે છે.
  • સૂતી સમયે નાળિયેરનું પાણી પીવાથી નાડી સંસ્થાનને બળ મળે છે અને ઉંઘ સારી આવે છે .
  • જે બાળકોને દૂધ ન પચતું હોય તેમને દૂધ સાથે નાળિયેર પાણી મિક્સ કરી પીવડાવવું જોઈએ.
  • બાળકને ડિ-હાઈડ્રેશન થતાં નાળિયેર પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી પીવડાવું. નાળિયેર પાણીમાં ઝાડા બંધ થવાની રામબાણ ઔષધિ છે.
  • લીલા નાળિયેર સાથે સાકર (મિશ્રી) ખાવાથી ગર્ભવતી સ્ત્રીની શારીરિક નબળાઈ દૂર થાય છે અને બાળક સુંદર જન્મે છે.
  •  નાળિયેરનું ગર ખાવાથી આંખને રોશની અને ગુર્દાને શક્તિ મળે છે.
  • પૌષ ,માઘ અને ફાગણ મહિનામાં નિયમિત સવારે નાળિયેરનું ગર ગોળ સાથે ખાવાથી વક્ષસ્થળમાં વૃદ્ધિ થાય છે શારીરિક નબળાઈ દૂર થાય છે.