બદામ સ્વાસ્થ્ય અને સારી સ્કીન માટે કેટલી છે ઉપયોગી છે તે જાણવા કરો એક ક્લિક

15 Jan, 2015

શિયાળામાં આપણે સામાન્ય રીતે વસાણાં ખાતા હોઈએ છીએ અને તેમાં ડ્રાયફ્રૂટ્સનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ વસાણામાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ્સમાં માત્ર બદામનો પણ જો શિયાળામાં નિયમીત ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થય ઘણું સારુ રહે છે અને સ્કીનમાં સારો ગ્લો પણ મેળવી શકાય છે. તો આવો જાણીએ બદામના ઉપયોગો.....

  • બદામના તેલથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે તે શરીરને મજબુત બનાવે છે.
  • બદામ આતરડાંના કેન્સરમાં પણ અક્સીર છે.
  • બદામના તેલનું નિયમિત સેવન કોલસ્ટ્રોલ ઘટાડે છે તેથી હાર્ટ પણ સારુ રહે છે.
  • બદામ મસ્તિષ્ક અને સ્નાયુ પ્રણાલીઓને પોષણ આપે છે.
  • બોદ્ધિક ઉર્જા વધારે છે તેમજ દીર્ઘાયુ બનાવે છે.
  • બદામના તેલની માલિશથી માસપેશીઓમાં દુખાવો કે તેની અન્ય તક્લીફથી તાત્કાલીક આરામ મળે છે.
  • બદામના તેલનો પ્રયોગ તમારી રંગત પણ નિખારે છે. બેજાન ત્વચાની રોનક વધારે છે. શુષ્ક ત્વચાને ગ્લો આપે છે.
  • શુદ્ધ બદામનું તેલ સ્ટ્રેસ દૂર કરે છે. દ્રષ્ટિ પણ સારી કરે છે.
  • વિટામિન ડીથી ભરપૂર બદામ બાળકોના હાડકા મજબુત કરે છે તેમજ તેમના વિકાસમાં ખાસ યોગદાન આપે છે.
  • જો માથામાં ખોડો થઈ ગયો હોય તો પણ બદામનું તેલ તેના માટે અસરદાર સાબિત થાય છે.