કોણ વધારે સેકસ કરે છે, શાકાહારી કે માંસાહારી ?

24 Feb, 2018

 જેવી રીતે વાતવાતમાં મહિલાઓ અને પુરૂષોની વચ્ચે તુલના કરવામાં આવે છે કે ઠીક એવી જ રીતે માંસાહારી અને શાકાહારી લોકોની વચ્ચે તુલના થાય છે. તેને હંમેશા અલગ અલગ પેરામીટર્સ પર કમ્પેયર કરવામાં આવે છે. હવે વધુ એક તુલના સામે આવી છે. જેમાં સેકસની ફિકવેન્સીને લઇને શાકાહારી કે માંસાહારી લોકોની વચ્ચે તુલના કરવામાં આવી છે. જી હા, એક મીટ કંપનીએ એક સર્વે કરાવ્યો જેમાં આ જાણવાની કોશિષ કરવામાં આવી કે માંસાહારી કે શાકાહારી લોકો કેટલીવાર સેકસ કરે છે અને આ સર્વે તારણો ચોંકાવનારા આવ્યા.

આ સર્વેનું પરિણામ એ બતાવે છે કે દિવસમાં એક વાર માંસ ખાવાવાળા ૪ર ટકા લોકો સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર સેકસ કરે છે જયારે શાકાહારી લોકો અને એ લોકો જે ૧પ દિવસમાં એક વાર માંસ ખાય છે, એમાંથી માત્ર ૧૬ ટકા લોકો જ એવા છે જે સપ્તાહમાં એકવાર સેકસ કરે છે.
આ સર્વે યુકેમાં થયો હતો અને આમાં બ્રિટેનના ર હજાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ધ્યાન દેવાવાળી વાત એ છે કે આ સર્વે એક મીટ કંપની દ્વારા કરવામાં આવ્યો છે જે માંસાહાર વેચવાનું કામ કરે છે.
અલગ અલગ દેશોમાં આંકડાઓ અલગ અલગ હતા. સૌથી વધારે ૪૯ ટકા કામુક માંસાહારી વેલ્શમાં જોવા મળ્યું છે. જયારે ઇંગ્લેન્ડમાં ૪૯ ટકા અને સ્કોટલેન્ડમાં ૪૦ ટકા.
આની પહેલા પણ આ રીતનો અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં એક વાતનો ખુલાસો થયો છે કે શાકાહારી લોકો સેકસ કરવાના મામલામાં માંસાહારીઓથી બેહતર છે. તેમ છતાં વધારે લોકો આ વાતને નથી માનતા. એનું કહેવુ છે કે સેકસ દરેક વ્યકિત પર નિર્ભર કરે છે. એનાથી કોઇ ફર્ક નથી પડતો કે શાકાહારી છે કે માંસાહારી.