એસિડીટીની સમસ્યા દૂર કરવા અજમાવો આ ઉપચાર

30 Jan, 2018

 વધારે મસાલેદાર ભોજન ખાવાથી કે વધારે સમય ભૂખ્યા રહેવાની કારણથી ઘણી વાર એસીડિટીની સમસ્યા થાય છે. એસિડિટી થવાના કારણથી આપણે ઘણી દવાઓનું સેવન કરીએ છીએ. પરંતુ આ દવાઓના ઉપયોગથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. એવામાં વારંવાર દવાઓનું સેવન કરતા ઘરેલું નુસખાના ઉપયોગથી એસિડીટીથી રાહત મળી શકે છે. આજે અમે તમને ઘણાં ઘરેલું ઉપાય અંગે જણાવીશું.

તુલસી
એસિડીટીનો અનુભલ થવા પર તરત તુલસીના પાન ચાવો. તુલસીમાં એન્ટી અલ્સરના ગુણ રહેલા છે.તે ગેસ્ટ્રિક એસિડ્સના પ્રભાવને ઓછા કરવામાં મદદ કરે છે. એસિડીટી થવા પર તુલસીના પાનના સેવનથી ઘણા લાભ થાય છે.
વરિયાળી
ઘણાં રેસ્ટોરન્ટમાં ભોજન બાદ વરિયાળી આપવાની પરંપરા છે કારણકે વરિયાળી પેટને ઠંડુ કરવામાં મદદરૂપ છે. એવામાં એસિડીટી થવા પર થોડીક વરિયાળી પાણીમાં ઉકાળીને આખી રાત રહેવા દો અને સવારે ઉઠીને આ પાણીનું સેવન કરો. તે સિવાય તે કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે.
લવિંગ
લવિંગને દાંત નીચે દબાવી રાખવાથી તેનો સ્વાદ મોમાં ફેલાઇ જાય છે. આ સ્વાદ મોંમા વઘારે પ્રમાણમાં લાળનું નિર્માણ કરે છે. જેથી પાચન ક્રિયા સહેલાઇથી થાય છે. પાચન તંદુરસ્ત રહેવા પર એસિડીટીથી સહેલાઇથી આરામ મળે છે.માટે એસિડીટીની સમસ્યા થવા પર લવિંગનો ઉપયોગ કરો.