સિક્સ-પૅક ઍબ્સ બનાવવી હોય તો શરીરમાં કેટલી ઓછી ચરબી હોય?

04 Feb, 2018

 સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ માત્રામાં ચરબીની જરૂરિયાત છે. પુરુષોમાં સ્નાયુ અને હાડકાંનું વજન કુદરતી રીતે જ વધારે હોય છે. હવે જેમને સિમ્પલ બૉડી નહીં, પણ એક્સ્ટ્રા ફિટ દેખાય એવી સિક્સ-પૅક ઍબ્સ બનાવવી હોય તો કેટલી બૉડી-ફૅટ હોવી જોઈએ? જે સ્ત્રી-પુરુષો બૉડી-બિલ્ડિંગ કૉમ્પિટિશનમાં બાવડાં ફુલાવીને દેખાડતાં હોય છે તેમના શરીરમાં કેટલી બૉડી-ફૅટ હોય?

એક વાત સમજવી જરૂરી છે કે જેટલી શરીરમાં ચરબી ઓછી એટલું બૉડી-બિલ્ડિંગ કૉમ્પિટિશનના સ્પર્ધકો અથવા તો વેઇટ લિફ્ટર્સના શરીરની સ્ટ્રેન્ગ્થ વધારે હોય. પણ એનો મતલબ એવો કદી ન થઈ શકે કે તેમના શરીરમાં ઝીરો પર્સન્ટ બૉડી-ફૅટ હોય તોય ચાલે. બૉડીબિલ્ડર પુરુષોમાં પણ મિનિમમ બેથી ચાર ટકા ફૅટ હોવી આવશ્યક છે. આટલું ઓછું પ્રમાણ તેઓ માત્ર તેમની કૉમ્પિટિશન માટે જ બતાવે છે. એ પછી તરત તેઓ ચારથી છ ટકા જેટલી ફૅટ પાછી લાવી દે છે. બૉડીબિલ્ડર મહિલાઓમાં પણ ૯થી ૧૧ ટકા ફૅટ બાવડાં દેખાતાં હોય ત્યારે હોવી જરૂરી છે. અગેઇન એ પણ તેમની કૉમ્પિટિશન પૂરતું જ. બાકી ૧૧થી ૧૪ ટકા ફૅટ સ્ત્રીના શરીરમાં હોવી મસ્ટ છે. વધુપડતી ચરબી હોય કે વધુપડતી ઓછી ચરબી, સ્ત્રીઓના માસિકચક્ર પર એની ખૂબ માઠી અસર પડે છે.

પુરુષોમાં બેથી ચાર ટકા અને સ્ત્રીઓમાં ૯થી ૧૧ ટકા બૉડી-ફૅટને અસેન્શ્યિલ ફૅટ કહેવાય છે. આટલી ચરબી શરીરની વ્યવસ્થાઓને ચાલતી રાખવા માટે જરૂરી છે. એનાથી ઓછી ચરબી શરીરમાં હોય તો એનાથી આંતરિક અવયવોમાં અચાનક ફેલ્યરનું જોખમ વધી જાય છે.

મતલબ એટલો જ કે શરીરને સ્વસ્થ રાખવા ચરબી જરૂરી છે, બસ એ વધી ન જાય એટલું ધ્યાન રાખવું.