શ્રાવણ મહિનામાં શિવજીને પ્રિય એવા ધતૂરાનો ઉપયોગ અનેક રોગોથી અપાવશે છૂટકારો

29 Jul, 2018

 દેવોના દેવ મહાદેવ શિવશંકરના પ્રિય માસ એટલે કે શ્રાવણની શરુઆત થઈ ગઈ છે. શ્રાવણ માસમાં ભક્તો શિવજીને પ્રસન્ન કરવા માટે બિલીપત્ર, ધતૂરો અને પાણી ચઢાવે છે. માનવામાં આવે છે કે આ 3 વસ્તુઓથી ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને શ્રદ્ધાળુની મનોકામના પૂરી કરે છે.

- જો પગમાં સોજો આવી જતો હોય તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજો ઓછો થાય છે અને રાહત મળે છે.
- જે લોકો સાંધાના દુ:ખાવાથી પીડિત હોય તે ધતૂરાના પંચાંગનો રસ નીકાળીને તેને તલના તેલમાં ઉકાળે. તે તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાનું પાન બાંધી લો. 
- કાનના દુ:ખાવામાં ધતૂરો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડા ધતૂરાના પાનનો રસ મિક્સ કરો. પછી સ્લો ફ્લેમ પર તેને ગરમ કરો અને કાનમાં 2 ટીપાં નાખો.
- જે મહિલાઓને ગર્ભધારણની સમસ્યા હોય તેમણે ધતૂરાના ફળનું 2.5 ગ્રામ ચૂરણ લઈને તેમાં અડધી ચમચી ગાયનું દૂધ મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવું જોઈએ. આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે.

- ધતૂરાના પાન અને કાળા મરી એક સરખા પ્રમાણમાં ગણીને પીસી લો અને આ ચૂરણની અડદની ગાળ જેટલી નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 2 વાર 1-1 ખાઈ લો.
- ધતૂરાના બીજને પીસીને તેમાં થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યામાં ભરો, તેનાથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે.