Entertainment

આશિકી ૨ની જોડી આદિત્ય-શ્રદ્ધાની આશિકી સમાપ્ત

  • આશિકી ૨ની જોડી આદિત્ય-શ્રદ્ધાની આશિકી સમાપ્ત

છેલ્લા ઘણા સમયથી આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર વચ્ચેના સંબંધો ચર્ચામાં રહ્યા છે, પરંતુ અમે ફક્ત ખાસ મિત્રો છીએ એમ કહીને બન્ને છૂટી જતાં હતાં. તેઓ ઘણી વાર સાથે જોવા મળતાં અને મોડી રાત્રે પણ લપાઈ-લપાઈને મળતાં હોવા છતાં તેમણે તેમની વચ્ચેના અફેરનો ક્યારેય સ્વીકાર નહોતો કર્યો.

ગયા વર્ષે આદિત્ય રૉય કપૂરે તેની ફિલ્મના પ્રમોશન દરમ્યાન સુરતમાંથી હીરાની વીંટી ખરીદી હતી. આ ખરીદીથી બૉલીવુડમાં એવી વાતે જોર પકડ્યું હતું કે તેઓ સગાઈ કરવાનાં છે. તેઓ એકબીજાનાં માતાપિતાને પણ મળ્યાં હોવાની વાતો હતી.

જોકે એક અંગત સૂત્રના મત મુજબ હવે તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે.


લા ઘણા મહિનાથી તેમની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. તેમના સંબંધોમાં અંતર વધવાનું કારણ આદિત્ય હતો. તેને આ સંબંધમાં સ્પેસ જોઈતી હતી અને અવારનવાર તે પોતાનામાં ખોવાઈ જતો હતો. શ્રદ્ધા પર તેના આ વર્તનની માઠી અસર પડી રહી હતી અને એથી જ શ્રદ્ધાએ આ અંતરને પૂર્ણવિરામ આપવાનું નક્કી કર્યું હતું જે આદિત્ય કપૂરે પણ માન્ય રાખ્યું હતું. બન્ને પોતપોતાના કામમાં વ્યસ્ત રહેવાને કારણે તેમની વચ્ચે જે અંતર થઈ ગયેલું એ તથા આદિત્યના મૂડ-સ્વિંગ્સ આ બ્રેક-અપ માટે જવાબદાર ગણાઈ રહ્યાં છે.આદિત્ય હાલમાં કાશ્મીરમાં તેની આગામી ફિલ્મ ‘ફિતૂર’નું શૂટિંગ કરી રહ્યો છે અને આ બાબતે બન્નેમાંથી કોઈ પણ કમેન્ટ કરવા હાજર નથી.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post