ડોકટર હનુમાન : એક એવું મંદિર જયાં હનુમાન ડોકટરના રૂપમાં પુજાય છે

31 Jan, 2018

 ઇટાવા જિલ્લાની ભિંડથી લાગેથી સીમા પર દરૌઆ સરકાર ધામમાં બનેલું હનુમાન મંદિર ડોકટર હનુમાન મંદિર તરીકે પ્રખ્યાત છે. આ એક એવું મંદિર છે જયાં હનુમાન ડોકટરના રૂપમાં પુજાય છે. અચંબામાં ન પડશો, આ વાત એકદમ ખરી છે, માન્યતા છે કે આ મંદિરના હનુમાન પોતે પોતાના એક ભકતનો ઇલાજ કરવા ડોકટર બનીને અહીં આવ્યા હતા. આ મંદિરની સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે.

આ મંદિરમાં હનુમાન જેનો ઇલાજ કરવા અહીં આવ્યા હતા એ એક સાધુ હતા. લાંબા સમયથી એને કેન્સરનું દર્દ હતું. હનુમાનજીએ મંદિરમાં ડોકટરના વેશમાં દર્શન આપ્યા હતા. ત્યારબાદ સાધુ પુરી રીતે સ્વસ્થ થઇ ગયા. શ્રદ્ધાળુઓનું માનવું છે કે ડો. હનુમાન પાસે દરેક પ્રકારના રોગોનો કારગર ઇલાજ છે.
એવી માન્યતા છે કે રોગો માટે હનુમાનજીની ભભુત કારગર નીવડે છે. વિશેષ રૂપથી ફોડલા, અલ્સર અને કેન્સર જેવી બીમારીઓ પણ મંદિરની પાંચ પરિક્રમા કરવા પર ઠીક થઇ જાય છે. અહીંયા હનુમાનજીની જે મૂર્તિ છે એ નૃત્યની મુદ્રા છે. આ દેશની એક જ એવી મૂર્તિ છે. જેમાં હનુમાનજીને નૃત્ય કરતા દેખાડવામાં આવ્યા છે.
અહીંયા ડોકટર હનુમાનની પાસે સારા સ્વાસ્થ્યની આશા લઇને લાખો શ્રદ્ધાળુઓ આવે છે. દર મંગળવારે અહીંયા તમામ રોગીઓનો જમાવડો લાગે છે.
૩૦૦ વર્ષ પહેલા હનુમાનજીની આ મૂર્તિ લીંમડાના ઝાડથી છુપાયેલી હતી. ઝાડને કાપવા પર ગોપી વેશધારી હનુમાનજીની આ પ્રાચીન મૂર્તિ મળી આવી હતી. ત્યારથી મૂર્તિની પુજા અર્ચના શરૂ કરવામાં આવી હતી.