ઘરબેઠા માથામાં પડેલી ટાલને દૂર કરવાનો આ રહ્યો ઉપાય

16 Jul, 2018

 આજના યુવા વર્ગની સૌથી મોટી સમસ્યા હોય તો નાની ઉંમનેર વાળ સફેદ થઈ જવા અથવા ટાલ પડી જવી. જેની પાછળ ઘણીવાર લાઈફસ્ટાઈલ અને ઘણીવાર વારસાગત કારણ પણ હોઈ શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે ઘણીવાર અનેક પ્રકારની દવા લેવા છતા ઉકેલ નથી આવતો જેથી લોકો વધુ પરેશાન થાય છે.

બીટના પાનનો રસ કાઢી માથામાં તેનાથી માલીશ કરો. આ ઉપાય કરવાથી ટાલ પડી ગઈ હોય તો પણ નવા વાળ આવવા લાગે છે તેટલું જ નહીં સાવ બૂરાઇ ગયેલાં મૂળમાંથી પણ નવા વાળ ઊગે છે.


નારિયેળના તેલ તો તમે રોજ નાખતા હશો પણ આ રીતે નહીં. ટાલમાંથી છૂટકારો મેળવવા નારિયળના તેલને કાચની બોટલમાં ભરી 10 દિવસ સુધી સૂર્યના તડકામાં રાખો. સૂર્યના કિરણોના માધ્યમથી તૈયાર થયેલ નારિયેળનું તેલ લઈ દિવસમાં 2 વાર માથામાં માલીશ કરો. આ પ્રયોગથી થોડક જ મહિનાઓમાં ફરક દેખાવા લાગશે.

બીટના પાન ફાયદાકરાક છે પણ મર્યાદીત ઉપયોગ કરવાથી જ નહીંતર વધુ પડતા ઉપયોગથી ફાયદાની જગ્યાએ નુકસાનકારક નીવડી શકે છે. આ રસથી માલીશ કરતી વખતે આંખમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. બીટનો રસ આંખને નુકસાન પહોંચાડી શકે છે.