600થી ઓછી વસ્તી ધરાવતુ નાનકડુ ગામ શોષ કૂવા, સોલર સ્ટ્રીટ લાઇટ, ગેસ કનેક્શનથી સજ્જ- ગુંદાળા(જામ) ગામ

23 Nov, 2016

રાજકોટના જસદણ તાલુકાનું ગુંદાળા(જામ) ગામ 600થી ઓછી વસ્તી ધરાવતું નાનકડું ગામ છે. ગામમાં અલગ-અલગ સમાજના લોકો રહે છે. છતા આ ગામમાં આજસુધી કોઈ પણ વ્યક્તિ ઉપર એક પણ પોલીસ કેસ થયો નથી. કદાચ અજાણતા કોઈ ભૂલ થઇ જાય તો પંચાયત તેનો નિવેડો લાવી આપે છે. ગુંદાળા(જામ) ગામમાં ગામના વડીલોનાં માર્ગદર્શન મુજબ સમરસ પંચાયત જ બને છે.આ ગામમાં ઘરે-ઘરે શોષ કૂવા, નળ કનેક્શન, દરેક શેરીમાં સોલાર સ્ટ્રીટ લાઈટ, ગેસ કનેક્શન છે. તેમજ આધુનિક ગ્રામપંચાયત પણ છે. ગામનાં મોટા ભાગના યુવાનો સુરત રહે છે. તો અમુક પરિવારો એન.આર.આઈ. છે.
જે વર્ષમાં રજાના દિવસે ગામડે આવતાં હોય છે. ગુજરાત સરકારનું ગોકુળીયું ગામ અને સ્વચ્છ ગામ-નિર્મળ ગામ જેવા અનેક પુરસ્કારોથી આ ગામને સન્માનિત કરવામાં આવ્યું છે.ગુંદાળા(જામ)ગુજરાતનું એક મોર્ડન ગામ ગણાય છે. આ ગામના દરેક શહેરી અને પ્લોટિંગ વિસ્તાર પણ આર.સી.સી. રોડથી સજ્જ છે. ગામની અંદર ઘરે-ઘરે પાણીની વ્યવસ્થા માટે નળ કનેક્શન આપવામાં આવ્યા છે. પાણીના સંગ્રહ માટે રાજકોટ જિલ્લાનું કદાચ આ પ્રથમ એવું ગામ હશે જ્યાં ચેકડેમ, કોજ-વે મળીને અંદાજીત 60 જેટલા બંધ લોક ભાગીદારી અને સરકારનાં સહયોગથી બનાવવામાં આવ્યા છે. જેથી આ ગામનાં લોકોને ક્યારેય પીવાના અને સિંચાઈના પાણીની અછત રહેતી નથી. આ ગામમાં 100 ટકા પાકા રસ્તા છે