શા માટે ગ્રહણ વખતે સેક્સ ના કરાઈ ?

04 Jul, 2018

શાસ્તોરના નિયમોનુસાર ગ્રહણ દરમિયાન ભોજન, મળ-મૂત્ર ત્યાગ, મૈથુન અશુભ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ પુરાણો અને ગ્રહણના સમયે આ વસ્તુઓની મનાઈ કેમ છે અને તેના પરિણામ શું આવે છે?સામાન્ય રીતે કહેવામાં આવે છે કે ગ્રહણ સમયે ભોજન ન કરવું જોઈએ. પુરાણો મુજબ ગ્રહણ સમયે ભોજન કરવાથી આગલા જન્મમાં વ્યક્તિને ઉદર રોગની સમસ્યા તકલીફ આપી શકે છે. કેટલાક વૈજ્ઞાનિક સંશોધનો પણ જણાવે છે કે ચન્દ્રના કિરણોથી ભોજન દૂષિત થઈ જતું હોવાથી ચન્દ્રગ્રહણ દરમિયાન ભોજન કરવાથી અપચા જેવી પણ સમસ્યા સર્જાય છે.

સ્કંદપુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણના સમયે અન્યોનું અન્ન ખાવાથી 12 વર્ષનું એકત્રિત પુણ્ય નષ્ટ થઈ જાય છે. જ્યારે દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું ગ્રહણ સમયે ભોજન લેવાથી મનુષ્ય અન્નના જેટલા દાણા ખાય છે એટલાં વર્ષ તેણે અરુતુન્દ નામના નરકમાં ભોગવવાં પડે છે. એવો વ્યક્તિ જ્યારે ધરતી પર ેદા થાય છે તો એને પેટના રોગ, દાંતની સમસ્યા સહિતના રોગ થઈ શકે છે.
 
શાસ્ત્રો મુજબ ગ્રહણ સમયે ઊંઘવું અશુભ માનવામાં આવે છે. ગ્રહણ સમયે ઊંઘવાથી વ્યક્તિને વિવિધ પ્રકારના રોગો થઈ શકે છે. ગ્રહણ દરમિયાન જાપ અને ધ્યાનમાં બેસવું શુભ અને ફળદાયી માનવામાં આવ્યું છે.
 
એવી માન્યતા છે કે ગ્રહણના સમયે મળ-મૂત્રના ત્યાગથી બચવું જોઈએ. જે પાછળનો તર્ક આપવામાં આવે છે કે ગ્રહણ સમયે ટોયલેટ જવાથી ધનની તંગી સર્જાય છે.
 
કોઈને દગો આપવો અને ઠગાઈ કરવી પાપ સમાન માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ સમયે જે લોકો અન્યોને દગો આપે છે કે છળ કપટ કરે છે એમણે આગલા જન્મમાં સર્પ યોનીમાં જન્મ લેવો પડે છે.

 
ગ્રહણ સમયે સેક્સને વર્જિત માનવામાં આવ્યું છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ સમયે સેક્સ કરનાર વ્યક્તિ આગલા જન્મમાં સૂવરના રૂપમાં જન્મ લે છે.
 
ગ્રહણ સમયે મસાજ કરવી પણ અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગ્રહણ સમયે મસાજ કરવાથી કોઢ સહિતના ચાંબડીના રોગો થાય છે.