લીલા મરચાને આખી રાત પાણીમાં પલાળી સવારે પીવો તેનું પાણી, પછી જુઓ તેના ફાયદા

20 Jul, 2018

મરચાના તકડા વગર ઈન્ડિયન ફૂડની કલ્પના ન થઈ શકે. લીલા મરચા ખાવાના અનેક લાભ છે. રોગ પણ દૂર કરવાની તાકાત તેમાં રહેલી છે. 

 

 
દરરોજ રાત્રે 3-4 લીલા મરચાને પાણીથી સાફ કરો અને આ મરચાને વચ્ચેથી ચિરો લગાવી દો. ત્યાર બાદ આ મરચાને એક ગ્લાસમાં પાણી ભરીને આખી રાત ડૂબાડી રાખો. સવારે ઉઠીને આ પાણી પી લેવું. પાણી પીધા પહેલા કે પછી થોડા સમય સુધી કોઈ વસ્તુ ખાવી નહીં.
 
લીલા મરચામાં ડાઈટ્રી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી પાનચ ક્રિયા મજબૂત બને છે. ઈમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે જે શરીરને રોગોથી બચાવે છે. લીલા મરચાને મૂડ બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
તે મસ્તિષ્કમાં અંડોર્ફિનનો સંચાર કરે છે જેનાથી મૂડ સારો રહે છે. લીલા મરચામાં એન્ટી-બેક્ટીરિયલ ગુણ હોય છે, જેના કારણે શરીર બેક્ટીરિયા ફ્રી રહે છે. વિટામિન એથી ભરપૂર લીલા મરચા આંખો અને ત્વચા માટે ફાયદાકારક છે.
 

 
લીલા મરચામાં અનેક પ્રકારના પોષક તત્વો જેવા કે- વિટામિન એ, બી6, સી, આયરન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. આ ઉપરાંત બીટા કેરોટીન, ક્રીસ્ટોક્સાન્થિન, લુટેન-જેક્સન્થિન જેવા સ્વાસ્થ્યવર્ધક તત્વો રહેલા છે.