પાણી પુરીને અંગ્રેજીમાં શું કહે છે ? ૯૯ ટકા લોકોને સાચો જવાબ નથી ખબર

22 Mar, 2018

 જયારે પાણીપુરીની વાત આવે છે તો ઘણાના મોઢામાં પાણી આવી જાય છે. આ એક એવી ડીશ છે, જેને ન માત્ર ટેસ્ટ બદલવા માટે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણી ફાયદેમંદ છે. દેશભરમાં વિભિન્ન ક્ષેત્રોમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં પાનીપુરી, હરીયાણામાં પાની કે પતાશે, ઉત્તર પ્રદેશમાં પાની કે બતાશે અથવા પતાશી કે પછી  ફુલ્કી, વેસ્ટ બંગાળમાં પુચકે, ઉડીસામાં ગુપચુપ અને ગુજરાતમાં પાણી-પુરી અથવા પકોડી વગેરે નામોથી ઓળખાય છે. ગરમીમાં કડકડતી ઘુપમાં હંમેશા લોકો હેરાન-પરેશાન થતા હોય છે. આ દરમ્યાન તમતમતું અને વધારે પાણી પીવાની ઇચ્છા થાય છે. જો તમે પાણી પીતા પહેલા ૨-૪ પાણી પુરી ખાઇને પાણી પીવો તો તમે પોતાને એકદમ ફ્રેશ મહેસુસ કરશો.

આ તો હતી પાણીપુપ્પા ખાવાની વાત પરંતુ તમને ખબર છે તેને ઇંગ્લીશમાં શું કહે છે ? શું કહયું, નથી ખબર ? સારા સારા ઇંગ્લીશના જાણકાર પણ આ સવાલને સાંભળીને ચકરાવે ચડી જાય છે કેમ કે આ એક ભારતીય ડીશ છે આ માટે તેનું અંગ્રેજી નામ ઉપલબ્ધ નથી પરંતુ તો પણ કેટલીક ઇંગ્લીશ ડીક્ષનરીમાં તેના શેપને ધ્યાનમાં રાખીને કેટલાક ઇંગ્લીશ નામ આપવામાં આવ્યા છે જેમ કે...

Water Balls
Fried Wheaten Cake 
fried Puff- pastry balls
Watery Bread
Crisp Sphere

પરંતુ આ બધાના તેના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવે છે એટલે કે તેના વિશે. હકીકતમાં આજ સુધી પાણી પુરીનું ઇંગ્લીશન નામ રાખવામાં જ નથી આવ્યું. એટલે બીજીવાર પાણીપુરી જુઓ તો તેના ઇંગ્લીશ નામના ચકકરમાં ન પડતા અને ખાવાનો આનંદ ઉઠાવો.