લીક થઈ અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’, કમાણી પર થશે અસર!

18 Aug, 2018

સ્વતંત્રતા દિવસે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’ લીક થઈ છે. ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. ફિલ્મને ટોરેંટ યુઝર્સ ફ્રીમાં ડાઉનલોડ કરીને જોઈ શકે છે. ફિલ્મ લીક થવાથી ફિલ્મની કમાણી પર અસર થવાનું અનુમાન છે. રિલીઝના એક જ દિવસ બાદ ફિલ્મ પાયરસીનો શિકાર થઈ છે. કેટલીક ગેરકાયદે વેબસાઈટ પરથી ફિલ્મ લીક થઈ છે અને દર્શકો માટે ફિલ્મને ડાઉનલોડ કરવાનો અને ફ્રીમાં જોવાનો ઓપ્શન ખુલ્લો રાખવામાં આવ્યો છે.

એક તરફ કેટલીક વેબસાઈટ પર ફિલ્મ ખરાબ પ્રિંટમાં છે તો કેટલીક વેબસાઈટે પ્રિન્ટ HD ક્વોલિટીમાં હોવાનો દાવો કર્યો છે. જણાવી દઈએ કે ફિલ્મને બોક્સઓફિસ પર દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે ઓપનિંગ ડે પર 25 કરોડની કમાણી કરી હતી. જો કે બીજા દિવસથી ફિલ્મની કમાણી ઘટી રહી છે. હવે ફિલ્મ લીક થતાં કમાણી પર ખરાબ અસર થાય તેવા સંકેત છે.

આ ફિલ્મ સ્પોર્ટ્સ આધારિત છે અને રીમા કાગતીએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઈંડિયન હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મનેજર તપન દાસનો રોલ પ્લે કરે છે. તપન દાસે ભારતને હોકીમાં ગોલ્ડ મેડલ અપાવવાનું સપનું સેવ્યું હતું.