શિવ ભગવાનને ભુલથી પણ ન ચઢાવી જોઇએ આ વસ્તુ ! પ્રસન્નને બદલે નારાજ થઇ જશે

02 Feb, 2018

ભગવાન શિવ પોતાના ભક્તો પર જલદી પ્રસન્ન થઇ જાય છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવામાં કોઇ પણ મનુષ્યને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. પરંતુ ભગવાન શિવની પૂજામાં વિશેષ કાળજી રાખવી જોઇએ. શિવ પુરાણમાં ભોલાનાથને પૂજાથી સંબંધિત વર્ણન મળે છે.

આજ કેટલીક એવી વસ્તુ વિશે જણાવવા જઇ રહ્યાં છે જે તમે ભુલથી પણ શિવજી પર ચઢાવશો તો શિવજી ખુશ થવાની જગ્યા પર નારાજ થઇ જશે. શિવજી જ નહી વિષ્ણુજી પણ પરસ્પર નારાજ થઇ જશે અને લક્ષ્મીજી પણ નારાજ થઇ જાય છે એટલા માટે ક્યારે પણ આ વસ્તુને ભગવાન શિવ પર નહી ચઢાવવું જોઇએ.
ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો. શંખને શંખચૂડ અસુરનું પ્રતીક માનવામાં આવે છે, અને આ અસુર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. જેથી વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી કરવામાં આવે છે.તુલસીને ભગવાન વિષ્ણુએ પત્ની સ્વરૂપનાં સ્વીકાર કર્યાં છે. એટલા માટે તુલસીથી ભગવાન શિવની પુજા કરવામાં આવતી નથી.તલ અથવા તલથી બનાવેલ વસ્તુ પણ ભગવાન શિવને અર્પણ કરવી જોઇએ નહી. તેને ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયેલુ માનવામાં આવે છે.હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્યથી છે, તેથી હળદળ ભગવાન શંકરને ચઢાવામાં આવતી નથી. જો એવું તમે કરો છો તો તેનાથી તમારૂ ચંદ્રમાં કમજોર થવા લાગે છેઅને ચંદ્રમાં કમજોર હોવાથી તમારૂ મન ચંચળ થઇ જશે તમે કોઇ એક વસ્તુમાં મન લગાવીને કામ નહી કરી શકો.ઉકારેલા દૂધથી ભગવાન શિવનો અભિષેક ના કરો. શિવલિંગનો અભિષેક હંમેશા ઠંડા પાણીથી કરવો જોઇએ.નારિયળ ભગવાન શિવને ચઢાવવુ જોઇએ પરંતુ નારિયળનું પાણી ક્યારેય પણ ભગવાનને ભુલથી પણ ના જવું જોઇએ. તેનાથી ધનની હાની થાય છે.કેટકીનું ફુલ પણ ભગવાન શિવને પણ ન ચઢાવવું જોઇએ.ભગવાન શિવને અક્ષત એટલે સાબૂત ચોખા અર્પણ કરવા વિશે શાસ્ત્રોમાં લખ્યું છે. તૂટેલા ચોખા અશુદ્વ હોય છે, એટલા માટે આ શિવજીને ન ચઢાવવા જોઇએ.