હવે ગુજરાત થી સ્પેશિયલ ગોવાની એસી ટ્રેન જાણી લો ટાઈમટેબલ ને કરો બુકીંગ

21 Jul, 2018

 અમદાવાદથી ગોવા જવા માટે આમ તો ઘણી ટ્રેનો અવેલેબલ છે, પરંતુ તેમાંની કેટલીક ટ્રેનો તમને રાત્રે કે વહેલી સવારે એવા ટાઈમ પર ગોવા પહોંચાડે છે કે રસ્તામાં આવતા ખૂબસૂરત દ્રશ્યો તમે જોઈ જ ન શકો. ગોવામાં જેટલી મજા છે, તેટલી જ મજા ટ્રેનમાં ટ્રાવેલ કરવાની પણ છે. પનવેલ પછીનો કોંકણ લાઈનના કુદરતી દ્રશ્યો તો ક્યારેય ન ભૂલાય તેવા અદ્દભૂત છે.

જો તમે પણ ગોવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો એક નવી ટ્રેન શરુ થઈ છે, જે ગાંધીધામથી દર સોમવારે ઉપડીને સાંજે 7.10 કલાકે અમદાવાદ આવી પહોંચે છે. આ ટ્રેન તમને મંગળવારે બપોરે 1.10 કલાકે ગોવાના મડગાંવ સ્ટેશને ઉતારશે. મતલબ કે, પનવેલ પછી છેક ગોવા સુધીના આખા રસ્તે તમે દિવસ દરમિયાન પસાર થઈ તેની સુંદરતા નીહાળી શકશો.
 
5 જુલાઈથી ગાંધીધામથી તમિલનાડુના તિરુનેલવેલ વચ્ચે શરુ થયેલી આ ટ્રેન 16 જુલાઈથી દર સોમવારે બપોરે 1.50 કલાક ગાંધીધામથી ઉપડીને બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યે તિરુનેલવેલ પહોંચશે. આ ટ્રેન ગોવા થઈને જતી હોવાથી તમે તેમાં સવાર થઈને ગોવા જઈ શકો છો. તેનો ટાઈમ પણ ઘણો કન્વિનિયન્ટ છે, અને ટ્રેન પણ.
 
ગુજરાતને મળેલી આ નવી હમસફર એક્સપ્રેસમાં તમામ કોચ એસી 3 ટાયર છે, અને તેમાં પેન્ટ્રી કાર પણ છે. ટ્રેનના કોચ બિલકુલ નવા તેમજ ખાસ્સા સગવડતાભર્યા છે, તેમાં બર્થ તેમજ ટોઈલેટ ઉપરાંત બીજા પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. વળી, આ ટ્રેન અમદાવાદથી ગોવા વચ્ચે  12 સ્ટેશનો પર ઉભી રહે છે.

Loading...

તેમાં ડાયનેમિક ફેર લાગુ પડે છે, મતલબ કે તમે જેટલી જલ્દી ટિકિટ બુક કરાવશો તેટલી ટિકિટ સસ્તી પડશે. આખી ટ્રેન જ એસી હોવાથી બીજી સામાન્ય ટ્રેનો જેવી કોઈ હેરાનગતિ તમારે આ ટ્રેનમાં ભોગવવી નહીં પડે. રાત્રે તમે આરામથી સૂઈને સવારે વહેલા ઉઠી કોંકણ રેલવે લાઈનની ખૂબસૂરતીનો આનંદ ઉઠાવી શકો છો.
 
જો તમારો ગોવા ત્રણ-ચાર દિવસ રોકાવાનો પ્લાન હોય તો ગોવાથી પાછા ફરવા માટે પણ આ ટ્રેન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ ટ્રેન દર શુક્રવારે સવારે 11.30 કલાકે મડગાંવ આવી પહોંચશે, અને દસ મિનિટ રોકાઈને 11.20 કલાકે ગાંધીધામ જવા માટે રવાના થશે, અને બીજા દિવસે સવારે સવા સાત વાગ્યે તમને અમદાવાદ ઉતારી દેશે.
 
અમદાવાદથી ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચેનું અંતર 1207 કિલોમીટર થાય છે. જેને આ ટ્રેન વીસેક કલાકમાં કવર કરી લે છે. આ ટ્રેનની સૌથી મજેદાર વાત એ છે કે, અમદાવાદથી મુંબઈ વચ્ચેના રુટમાં તે રાતના સમયે દોડે છે, મતલબ કે જેને તમે ઘણીવાર જોઈ ચૂક્યા છો તે રુટ પર દિવસે પસાર થવાની જરુર નથી, પરંતુ જેને જોવાની ખરી મજા છે તેવા પનવેલથી મડગાંવ સુધીના રુટ પર આ ટ્રેન જતા અને આવતા એમ બંને સમયે દિવસે પસાર થાય છે.

Loading...