વરસાદમાં ગર્લ્સને આ કામ કરવાની થાય છે ખાસ ઈચ્છા

28 Jul, 2018

 જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ભીની માટીની સુગંધથી મન તરબતર થઈ જાય છે. વરસાદ શરીરને તો ઠંડક આપે જ છે આ ઉપરાંત તે મનમાં રહેલી ઈચ્છાઓને પણ બહાર લાવે છે. આવું જ ગર્લ્સ સાથે પણ થાય છે. આવો જાણીએ વરસાદના વાતાવરણમાં ગર્લ્સને શું શું કરવાનું મન થાય છે.

વરસાદને જોઈને સૌથી પહેલા ગર્લ્સને ન્હાવાનું મન થાય છે. ગરમી અને અકળામણ ભર્યા વાતાવરણ પછી શરીરને અડકતાં વરસાદી ફોરાઓનો આનંદ લેવાની મજા જ અલગ હોય છે. સૂર્યની ગરમીથી બળી ગયેલી ત્વચા માટે પણ વરસાદ વરદાન સાબિત થાય છે.


યુવતીઓને એવી ઈચ્છા પણ થાય છે કે તે પાર્ટનર સાથે વરસાદમાં બાઈક પર બહાર ફરવા માટે જાય. વરસાદના છાંટા વચ્ચે પાર્ટનર સાથે બાઈક પર પાછળ બેસવાનો એક અલગ જ રોમાંચ હોય છે.

મોટાભાગની યુવતીઓને ઘરની બાલકનીમાં ઉભા રહીને વરસાદને કલાકો સુધી નીહાળવાનું ખૂબ જ ગમે છે. ખાસ વાત તો આવું તે કલાકો સુધી કરી શકે છે. હરિયાળી વચ્ચે વરસાદને જોવું એ આંખને ખૂબ જ ઠંડક પહોંચાડે છે.


દરેક યુવતીને એવું મન અચૂક થાય છે કે વરસાદમાં તે પોતાના પાર્ટનરના હાથમાં હાથ નાખીને કલાકો સુધી ફરતી રહે અને આવું કરતાં સમયે તે પોતાના સાથી સાથે પ્રેમભરી વાતો પણ કરે.