કામસુત્ર મુજબ સ્ત્ર્રીઓને કેવા પુરૂષો પસંદ પડે છે ?

22 Feb, 2018

 કામસૂત્ર વિશે તો તમે જાણ્યું જ હશે. આ પુસ્તક 400 ઈસા પૂર્વ અને 200 ઈસ્વીસનની વચ્ચે લખાઈ હતી. આ પુસ્તક સેક્સ લાઈફ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી આપે છે. તો આજે આપણે એ જાણીએ કે કામસૂત્ર અનુસાર, સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ આવે છે.

 
  •  કામસૂત્ર અનુસાર, જે પુરુષ મહત્ત્વાકાંક્ષી અને ઉત્સાહી હોય છે તેમની તરફ સ્ત્રીઓ આસાથીની આકર્ષિત થાય છે.
  •  સાહસી અને શૂરવીર પુરષો હંમેશાથી જ મહિલાઓને આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે.
  •  વિદ્વતા એ ગુણ છે, જે પુરુષમાં હોવી જોઈએ. આવા ગુણવાળા પુરુષ સ્ત્રીઓને રિઝવવામાં સફળ રહે છે.
  •  જે પુરુષોની અંદર વિશ્વાસ અને બીજાની ભાવનાઓ સમજવાનો ગુણ હોય છે, તે સ્ત્રીઓને રીઝવવામાં સફળ રહે છે.
  •  જે પુરુષોમાં કવિતા કે વાર્તા સંભળાવવામાં અને વર્ણન કરવાની કુશળતા હોય છે, તેમની તરફ સ્ત્રીઓ જલ્દી આકર્ષિત થઈ જાય છે.
  •  દરેક મહિલા પુરુષો પાસેથી એ આશા રાખે છે કે, તે સ્ત્રીથી સ્થાયી રૂપે પ્રેમ કરે.
  •  કામસૂત્રમા ઉલ્લેખ કરાયેલ ગુણો અનુસાર, પુરુષોમાં ત્યાગની ભાવના પણ હોવી જોઈએ. અને બીજાની નિંદા કરવાથી બચવું જોઈએ.
  •  શક્તિશાળી પુરુષ પણ સ્ત્રીઓની વચ્ચે પસંદ આવે છે. સાથે જ મહિલાઓના પ્રતિ રહેમદીલ વ્યવહાર કરનાર પુરુષો સ્ત્રીઓની વચ્ચે હંમેશા પ્રતિષ્ઠા મેળવે છે.
  •  કામસૂત્ર અનુસાર, જે પુરુષ ક્યારે પણ બીજી સ્ત્રી પર મોહિત નથી થતો તે, શ્રેષ્ઠ પુરુષ માનવામાં આવે છે. આવા ગુણવાળા પુરુષ સ્ત્રીઓને વધુ પસંદ આવે છે.
  •  જે પુરુષ શંકારહિત છે, અથવા કન્ફ્યુઝ થયા વગર પોતાના કામને અંજામ આપે છે, તે જલ્દી જ સ્ત્રીઓના દિમાગમાં પોતાની જગ્યા બનાવી લે છે.