૨૦ બોયફ્રેન્ડ પાસેથી લીધા ૨૦ આઇફોન-૭, અને વેચીને ખરીદી લીધુ નવુ ઘર

30 Jul, 2018

 એમ તો ચીન નકલી સામાન તૈયાર કરવા માટે કુખ્યાત છે પરંતુ ચીનની છોકરીઓ પણ ઘણી ચાલાક છે. ચીનમાં એક છોકરીએ ઘર ખરીદવા માટે જે ચાલાકી વાપરી છે, તે દરેકને વિચારવા પર મજબુર કરી દેશે. અહીં એક યુવતીએ પહેલા ૨૦ બોયફ્રેન્ડ બનાવ્યા અને પછી તેમની પાસેથી ૨૦ આઇફોન લીધા અને ત્યારપછી બધા આઇફોન વેચીને નવું ઘર ખરીદી લીધું. જી હા આ સ્ટોરી થોડી ફિલ્મી લાગે છે પરંતુ સત્ય હકીકત છે.

હકીકતમાં ચીનમાં શાયલી નામની એક કોેલેજની એક યુવતીએ ઘર ખરીદવું હતું અને તેની પાસે રૂપિયા ન હતા. ત્યારપછી તેનું પોતાનું મગજ લગાવ્યું અને ૧-૨ નહીં, પરંતુ પુરા ૨૦ બોયફ્રેન્ડ બનાવ્યા અને બધા બોયફ્રેન્ડથી ગીફટમાં એક એક આઇફોન ૭એસ આપવા માટે રાજી પણ કરી લીધા.

ત્યારપછી  શાયલીએ ગીફટમાં મળેલ ૨૦ આઇફોન ૭એસ ને એક મોબાઇલ ફોન રિસાયકલીંગ પ્લાન્ટમાં ૧૭,૧૮૫ ડોલર એટલે કે લગભગ ૧૨,૨૩,૧૮૬ રૂપિયામાં વેચી દીધા. ત્યારપછી તેને તે રૂપિયાથી નવુ ઘર ખરીદી લીધું. રીપોર્ટ મુજબ શાયલીના મા-બાપ વૃદ્ધ થઇ ગયા હતા અને તેના પર ઘર ખરીદવાનું ઘણુ પ્રેશર હતું. તે એક સાધારણ પરિવારથી આવતી હી.

શાયલીનો આ આઇડિયા ચીનની માઇક્રોબ્લોીંગગ સાઇટ પર વાયરલ થઇ રહયો છે. ઘણા શાયલીના વખાણ કરી રહયા છે તો ઘણા તેના બોયફ્રેન્ડસને બેવકુફ બતાવી રહયા છે. જો કે ઘણા લોકો તેને શરમજનક બતાવે છે. પરંતુ આ બધાથી બેખબર શાયલી પોતાના નવા ઘરમાં શિફટ થઇ ગઇ છે.