બાંગ્લાદેશની યુવતી અમદાવાદ આવી પ્રેમીને પામવા, પ્રેમી થઇ ગયો રફુચકકર...

21 Jul, 2018

 પ્રેમને કોઇ સરહદ, ધર્મ કે ભાષાનું બંધન હોતું નથી. પ્રેમ પામવા માટે પ્રેમીઓ કોઇ પણ હદ સુધી જઇ શકતા હોય છે. પરંતુ પ્રેમમાં પ્રેમી જ્યારે દગો આપે ત્યારે પ્રેમીઓ ન કરવાનું પણ કરી બેસે છે. સોશિયલ મીડિયા દ્વારા બાંગ્લાદેશની યુવતી અને અમદાવાદનો યુવક એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. યુવતી તેના પ્રેમીને મળવા અમદાવાદ આવી ત્યારે તેના પ્રેમી તેને દગો દીધો હોય તે વાતની જાણ થતા યુવતીએ આપઘાત કરવાનો પ્રયા કર્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ફરિયાદ પણ નોંધી હતી.

બાંગ્લાદેશની એક યુવતીને અમદાવાદના એક યુવક સાથે પ્રેમ થયો હતો. બાંગ્લાદેશના ઢાકા શહેરમાં રહેતી સાયમા ઓનલાઇન શોપિંગનો બિઝનેશ કરે છે. વર્ષ 2015માં સાયમા અને અમદાવાદનો પલક શુક્લ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. બન્ને સોશિયલ મીડિયામાં રોજ વાતો કરતાં, વીડિયો ચેટ કરતા હતા અને તે દરમિયાન સાયમાએ મનોમન પલક શુક્લ સાથે જીવન વિતાવવા માટે મન બનાવી લીધું હતું.

જ્યારે યુવતી તેના પ્રેમી પાસે આવવા બાંગ્લાદેશથી ભારત આવી અને અમદાવાદ પહોંચી ત્યારે તેનો પ્રેમી તેને છોડીને ફરાર થઇ ગયો હતો. આ આઘાતમાં યુવતીએ આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ પોલીસને સમગ્ર વાતની જાણ થતા પોલીસે પલક વિરૂધ ફરિયાદ પણ નોંધી હતી. પરંતુ આ સાયમા હાલ ભારત છોડીને પાછી બાંગ્લાદેશ જતી રહી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.