ગૌતમ ગંભીરે ટ્રાન્સજેન્ડરને બનાવી બહેન, બંધાવી રાખડી

27 Aug, 2018

 ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે રક્ષાબંધનનો તહેવાર ખાસ અંદાજમાં મનાવ્યો છે. ગૌતમ ગંભીરે માનવતાનું એક મોટુ ઉદાહરણ રજૂ કરતા ટ્રાન્સજેન્ડરો પાસે રાખડી બંધાવી છે.

આ રીતે ગૌતમ ગંભીરે ટ્રાન્સજેન્ડરોને પણ રક્ષાબંધન ઉજવવાની તક આપી. ગંભીરે બે ટ્રાન્સજેન્ડરોને પોતાની બહેન બનાવી છે. તેણે રક્ષાબંધનના અવસરે અબીના અહર અને સિમરન શેખ નામની ટ્રાન્સજેન્ડરો પાસેથી રાખડી બંધાવી હતી.

ગંભીરે પોતાના સોશિયલ મીડિયા પર ફોટા પણ શેર કર્યો સાથે લખ્યું, આનું પુરૂષ કે મહિલા હોવાનો મતલબ નથી. આ માનવતાનું મહત્વ છે. ટ્રાન્સજેન્ડર સબ્રા અબીના અને સિમરન શેખની રાખડીનો પ્રેમ મારા હાથમાં છે, જેનો મને ગર્વ છે. મેં તેમનો સ્વીકાર કરી લીધો. શું તમે?