અહીં મસ્જિદોમાં બિરાજે છે ગણપતિ બાપા, હિંદુ-મુસ્લિમ બંને સાથે મળીને કરે છે બાપાની આરાધના

19 Sep, 2018

 હિંદુ મુસ્લિમ વિવાદ હંમેશા ચર્ચામાં રહે છે. તેને લઇને ઘણીવાર સમાચારો પણ આવતા રહે છે. પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જેને આ ધર્મોને વિવાદથી દુર રાખે છે. આજે અમે તમને એક એવી જ ખબર સંભળાવીએ છીએ, તેમાં બે ધર્મના લોકો મળીને ગણપતિની સ્થાપના કરે છે, તેની પુજાઅર્ચના કરે છે. સંપૂર્ણ રીતિ-રિવાજની સાથે બાપાની સ્થાપના કરે છે સાથે જ પુજા-અર્ચના પણ કરે છે.

જણાવવામાં આવે છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પાંચ મસ્જિદ એવા છે, જયાં ગણપતિ પુજા દરમ્યાન ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. કોલ્હાપુરના બૈરાગદાર, કારખાના પરી, શેલકે, ઢેપનપુર અને કુડેખાન પીર મસ્જિદમાં દર વર્ષે ગણપતિ સ્થાપિત કરવામાં આવે છે.

મસ્જિદમાં સ્થાપિત ગણપતિની પુજા અર્ચના હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો મળીને રહે છે. જયાં છેલ્લા ઘણા વર્ષોથી આવું જ થઇ રહયું છે. હિંદુઓની સાથે સાથે મુસ્લિમ પણ જુસ્સાભેર ભાગ લે છે. આ વર્ષે આ અવસર વધુ ખાસ છે, કેમ કે આ વર્ષે ગણપતિની સાથે સાથે મોહર્રમ પણ છે. આ બંને તહેવારોને એક સાથે જ લોકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે.

ગણેશ ઉત્સવ અને મુહર્રમ એક સાથે હોવાના કારણે જયાં બીજા વિસ્તારોમાં તણાવનો માહોલ હોય છે, ત્યાં આવું કંઇ જોવા નથી મળતું. હિંદુ-મુસ્લિમની આ એકતાને જોઇને લોકોને પણ સંદેશો લેવાની જરૂર છે.