હસીને લોટ પોટ થઇ જશો જ્યારે વાંચશો આ ગુજરાતી ફિલ્મોના નામ!

01 Aug, 2015

તમે કદી થિયેટરમાં જઇને ગુજરાતી ફિલ્મ જોવાની મઝા માણી છે? કે પછી તમે કદી પણ કોઇ ગુજરાતી ફિલ્મ જોઇ છે. અહીં હું "બે યાર" અને "કેવી રીતે જઇશ" તેવી ક્લાસિક ફિલ્મોની વાત નથી કરતી. તે તો થિયેટરમાં જઇને જોવા જેવી છે જ. પણ અહીં હું તેવી ફિલ્મોની વાત કરું છે જેનો પણ પોતાનો એક અલગ ક્લાસ છે. અને થિયેટરમાં કે પછી ઘરમાં તેને જોવાનો લ્હાવો અવરણીય છે. આજે અમે તમને બીંઇગ બેંગ્લોરના આ અમારી ખાસ લેખમાં કેટલીક તેવી ગુજરાતી ફિલ્મોના ટાઇટલ વિષે જણાવીશ જેને વાંચીને તમે લોટપોટ થઇ જશો. જો કે હું મારી પોતાની વાત કરું તો મારા માટે આવી ગુજરાતી ફિલ્મો એક સ્ટ્રેસ બ્સૂટર છે. જેને જોયા બાદ તમે હસી હસીને લોટ પોટ જરૂરથી થઇ જશો. ADVERTISEMENT હિરોનો તે અંદાજ, હિરોઇનની તે અદાઓ તે ટિપીકલ ડાયલોગ. જો કે સભ્ય સમાજને ગમે તેવું આ ફિલ્મો કંઇ ખાસ હોતું નથી પણ તેમ છતાં આ ફિલ્મના યુનિક ટાઇટલ હજારો દર્શકોને થિયેટર સુધી તો જરૂરથી ખેંચી લાવે છે. ત્યારે ગુજરાતી ફિલ્મોના આવા જ કેટલાક યુનિક ટાઇટલને જાણો આ ફોટોસ્લાઇડરમાં. આ ટાઇટલને વાંચીને તમે જરૂરથી સપ્રાઇઝ થઇ જશો. સાથે જ તો તમને પણ આવા જ કોઇ ગુજરાતી ફિલ્મોના ફની ટાઇટલ ખબર હોય તો નીચે કમેન્ટમાં લખવાનું ના ભૂલતા...

રાધા તને લવ કરું કે બે વિઘા ધઉં કરું
આ ફિલ્મનું ટાઇટલ છે! પ્રેમીઓને પણ કેવી કેવી મીઠી મુંઝવણ હોઇ શકે છે તે મને આ ટાઇટલ વાંચીને સમજાયું! જો કે તમને જણાવી દઉં કે આ ફિલ્મના હિરો ગોવિંદ ઠાકરને ગુજરાતી ફિલ્મોનો સુપર સ્ટાર માનવામાં આવે છે.

અમે બીડી પીવાના!
સેન્સર બોર્ડે આ ફિલ્મના ટાઇટલને પાસ કેવી રીતે કર્યું તે મને સમજાતું નથી. પણ તે વાત તો પાક્કી છે કે બીડી પીને તે બિમાર જરૂરથી થવાના છે.

પ્રીત ઝૂકે નહીં સાથ છૂટે નહીં
ભાઇ આ હિરોને જોઇને તો ભલભલા ઝૂકી જાય. ત્યારે આ ફિલ્મનું ટાઇલટ છે જોરદાર.

ડ્રાઇવર દિલવાળો
ડ્રાઇવર, રિક્ષાવાળા અને છકડાવાળા આપણા ગુજરાતી ફિલ્મોના ટાઇટલ બનાવા વાળાને હંમેશાને ખાસ્સા પ્રિય રહ્યા છે.

દલડું દીધું મેં કારતકનાં મેળામાં
આહોહો... લાગે છે કે હવે દિલડું શોધવા માટે પણ કારતકના મેળામાં જવું પડશે!

ઠાકોરની લોહી ભીની ચૂંદડી
ઠાકોર નંબર 1, ઠાકોરની લોહી ભીની ચૂંદડી આ બધા ગુજરાતી હીટ ફિલ્મોના ટાઇટલ છે.

મને મર્સિડિઝ લાગે તારી રિક્ષા
છે ને જોરદાર ટાઇટલ. પ્રેમ અંધ હોય છે તે તો ખબર છે પણ પ્રેમમાં રિક્ષા પણ મર્સિડિઝ લાગવા લાગે તે પહેલી વાર જાણ્યું!

છોગાળા છગનનો વરઘોડો
લાગે છે કે છોગાળો, ગુજરાતી રાઇટરોને કંઇક વધુ પડતું જ ગમી ગયું છે.

રસિયા તારી રાધા રોકાણી રણમાં
આ ફિલ્મ સુપર હીટ રહી હતી તેવું મેં સાંભળ્યું છે. વળી આ ફિલ્મના ગીતો પણ સુપર હીટ રહ્યા હતા.

લોહીનો નહીં એ કોઇ નો નહીં
સાચી વાતે છે જે પોતાના લોહીના સંબંધનો નહીં તે બીજા કોનો...હેને હિતુ ભાઇ!

પારકું બૈરૂ વ્હાલુ લાગે
બોલો છે ને જોરદાર ડાઇલોગ. હવે તો અનેક ગુજરાતી ફિલ્મો તેના ડબલ મિનિંગ ડાયલોગના કારણે જ ચાલે છે.

પાટણથી પાકિસ્તાન
આ ફિલ્મમાં એક્શન, ઇમોશન, ડ્રામા, ઓવર ડ્રામા, રોમાન્સ બધુ જ છે

કાન્તાડી શાન્તાડી
કાન્તાડીને શાન્તાડી ઝાર લેવા ગ્યા તા...જો જાણીતું ગુજરાતી ગીત ગરબા તો તમે સાંભળ્યું હશે પણ આ જ નામથી ફિલ્મ પણ બની છે.

રિક્ષાવાળા આઇ લવ યૂ
આ ફિલ્મ ગુજરાતી અને ભોજપૂરી બન્ને ભાષામાં બન્યું છે. અને તે પછી તમામ રિક્ષાવાળાઓએ પોતાની રિક્ષામાં આ ફિલ્મોના ગીતો જોરશોરની વગાડ્યા પણ છે.

ગુજરાતી ફિલ્મો
આ સિવાય પણ અનેક ફિલ્મો છે જેના પોસ્ટર અમને મળ્યા નથી પણ તેમના નામ જોરદાર છે. જેમ કે "મગુડી માનતી નથી", "મરદનો માંડવો", "ટીમલી", "સરહદની પાર મારી રાધા", "દોઢ ડાહ્યા", ત્યારે તમને પણ આવી જ કોઇ ગુજરાતી ફિલ્મનું નામ ફની લાગતું હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી લખજો.