20 જુલાઈથી શરૂ થશે જિયોફોન મોનસૂન હંગામા ઑફર, જાણો 5 ખાસ વાતો

19 Jul, 2018

રિલાયન્સ જિયો ભારતીય ફીચર ફોન માર્કેટમાં ‘જિયોફોન મૉનસૂન હંગામા ઑફર’ સાથે એક નવી જંગ શરૂ કરવાની તૈયારીમાં છે. કંપનીએ 5 જુલાઈએ પોતાની 41મી AGMમાં જિયોફોન 2 લૉન્ચ કર્યો હતો. સાથે જ ‘જિયોફોન મોનસૂન હંગામા’ ઑફર પણ રજૂ કરી હતી. આ ઑફર અંતર્ગત યુઝર્સ પોતાનો જૂનો ફીચર ફોન એક્સચેન્જ કરીને જિયોફોન માત્ર 501 રૂપિયામાં ખરીદી શકે છે. આ ઑફરની સાથે કંપની જિયોફોન યૂઝરબેઝને 25 મિલિયનથી 100 મિલિયન સુધી પહોંચાડવા માગે છે.

જિયોફોન મૉનસૂન હંગામા ઑફર 20 જુલાઈના રોજ સાંજે 5:01 કલાકે શરૂ થશે
 
યૂઝર્સને ‘જિયોફોન મૉનસૂન હંગામા’ ઑફર અંતર્ગત જિયોફોન માત્ર 501 રૂપિયામાં મળી શકે છે. આના માટે તેમને પોતાનો જૂનો ફીચર ફોન ચાલુ કન્ડિશનમાં કંપનીને આપવાનો રહેશે. ત્યારબાદ કંપની જિયોફોન 501 રૂપિયામાં ખરીદી શકાશે. જણાવી દઈએ કે, આ ફોનની વાસ્તવિક કિંમત 1500 રૂપિયા છે. જે ત્રણ વર્ષ બાદ કંપની રિફન્ડ કરે છે.
 

 
જૂના ફીચર ફોનનો એક્સચેન્જ કરી નવો જિયોફોન ખરીદ્યા બાદ યૂઝર્સ 49 અથવા 159 રૂપિયાવાળા પ્લાન પસંદ કરી શકે છે. 49 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 1GB 4G ડેટા સહિત અનલિમિટેડ વૉઈસ કૉલિંગ આપવામાં આવશે. આ પેકની વેલિડિટી 28 મળશે. બીજી તરફ 153 રૂપિયાના પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ 1.5 4G ડેટા સહિત અનલિમિટેડ વૉઈસ કોલિંગ અને રોજના 100 SMS મળશે. આ પેકની વેલિડિટી પણ 28 દિવસની રહેશે.
AGMમાં જિયો કંપનીએ જિયોફોનમાં વ્હોટ્સએપ, ફેસબુક અને યુટ્યૂબ સપોર્ટની જાહેર કરી હતી. આ એપ્સ બંને બંને જિયોફોનમાં 15 ઑગસ્ટથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવામાં જો તમે વિચારી રહ્યાં હો કે, જિયોફોન ખરીદ્યા બાદ તરત જ તમને આ ત્રણે એપ વાપરવા મળશે તો તમે ખોટા છો.