હોસ્ટે હાર્દિક પંડયાને આપી આવી ચેલેન્જ, હજુ સુધી ક્રિકેટરી નથી આપ્યો જવાબ

07 Feb, 2018

 બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર પોતાની ફિલ્મ 'પેડમેન' માટે ખાસ અંદાજમાં પ્રમોશન કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણઈ સેલિબ્રિટી પેડ બતાવતા તસવીર પોસ્ટ કરી રહ્યાં છે અને એક બીજાને ચેલેન્જ આપી રહ્યાં છે. પૂર્વ આઇપીએલ હોસ્ટ અને મોડલ શિબાની ડાંડેકરે પણ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે અને સાથે જ તેને ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ આવુ કરવાની ચેલેન્જ આપી છે. જો કે હાર્દિકે હજુ સુધી આવી કોઇ તસવીર પોસ્ટ કરી નથી.